તાપીના ડોસાવાડામાં પોલીસના વાહનો પર પથ્થરમારો: પોલીસે ટીયર ગેસ છોડ્યા બાદ બીજા દિવસે ભારેલો અગ્નિ, ભારે પોલીસ બંદોબસ્ત ખડકાયો

06-Jul-2021

હિન્દુસ્તાન ઝીંક કંપનીના પ્લાન્ટના ( Hindustan Zinc Plant) ઉગ્ર વિરોધમાં ડોસવાડાના લોકોએ આખો હાઈવે બ્લોક કરી દીધો હતો

તાપી જિલ્લાના (Tapi) સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે સ્થાનિક પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઝિંક ધાતુ બનાવતા હિન્દુસ્તાન ઝીંક કંપનીના પ્લાન્ટના ( Hindustan Zinc Plant) ઉગ્ર વિરોધમાં ડોસવાડાના લોકોએ આખો હાઈવે બ્લોક કરી દીધો હતો. પોલીસે તેઓને અટકાવતા પોલીસના વાહનો પર પથ્થરમારો થતાં ઘર્ષણ થયું હતું. ટોળાને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. તો સામે ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસે ટીયરગેસના સેલનો મારો ચલાવ્યો હતો.
સોનગઢના ડોસવાડા ખાતે ઝીક પ્લાન્ટને લઈ સુનાવણી મોફુક રાખવામાં આવતા હંગામો કરાયો હતો. સ્થાનિકોએ હાઇવે બ્લોક કરતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. તો બીજી તરફ ટોળાએ પથ્થરમારો કરતા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. જેમા પોલીસની ગાડીમાં મોટુ નુકસાન થયું. કેટલાંક તોફાની તત્વોએ પોલીસની વાનને પણ ઊંધી વાળી હતી. ઝીંક પ્લાન્ટના વિરોધમાં ગ્રામજનો દ્વારા કાળા વાવટા બતાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ઝીંક પ્લાન્ટ સ્થાપવાથી ખેતીની જમીન તેમજ પર્યાવરણને મોટું નુક્સાન થશે તેવો સ્થાનિકોનું માનવું છે.પ્લાન્ટની સુનાવણીને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ડોસવાડા ગામે હાલ શરૂ થવા જઈ રહેલી મેસર્સ હિન્દુસ્તાન ઝીંક લિમિટેડ કંપનીના વિરોધને લઈને આજે લોક સુનાવણી રાખવામા આવી હતી. જો કે 11 વાગે શરૂ થયેલી સુનાવણીમાં આજુબાજુના 45થી વધુ ગામોના લોકો વિરોધના બેનર સાથે ત્યાં ઉમટી પડ્યા હતા અને લોક સુનાવણી રદ કરવાની માંગણી કરી હતી.

લોકોનો રોષ જોઈને વહીવટીતંત્ર દ્વારા આ સુનાવણી મોકૂફ રાખી હતી. પરંતુ સુનાવણી મોકૂફ રાખ્યા બાદ ત્યાં ચક્કાજામ કર્યો હતો. જેથી પોલીસે તેઓને હટાવવા માટે કામગીરી શરૂ કરી હતી પરંતુ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો અને ત્યાં ઉભી રહેલી ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા જેથી પોલીસે પણ સામે લાઠીચાર્જ કરી ટીયરગેસના સેલ છોડ્યાં હતા જેથી લોકોની ભીડને દૂર કરી શકાય. આ પથ્થરમારામાં સાતથી આઠ જેટલા પોલીસકર્મીઓ પણ ઘવાયા હતા. જેઓને વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યાં હતાં.

મેસર હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ કંપનીની લોક સુનાવણીને લઈ ડોસવાડા ગામે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો છે. તેમજ સોનગઢ તાલુકાના વિવિધ આદિવાસી સંગઠનો સહિત સામાજિક રાજકીય આગેવાનો અને વિવિધ ગામોથી આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા છે. જો કે આજુબાજુના 45થી વધુ ગામવાળા લોકોએ આ કંપની આવવાથી પ્રદૂષણ ફેલાશે અને પર્યાવરણને નુકસાન થશે તેવું જણાવીને વિરોધ શરૂ કર્યો હતો.

સુનાવણી મોકૂફ રાખવા માટે રજૂઆત કરી હતી. જોતજોતામાં માહોલ ગરમ થઈ જતા વહીવટી તંત્ર દ્વારા આ લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ થોડી ક્ષણોમાં જ લોકો દ્વારા ત્યાં રસ્તા ઉપર ચક્કાજામ કરવામાં આવ્યા હતા. આ ભીડને દૂર કરવા માટે પોલીસે પ્રયત્નો શરૂ કર્યા હતા. જોકે વિફરેલી પબ્લિકે પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો અને અને પોલીસની ગાડીઓના કાચ તોડી તેમની ઊંડી વાળી દીધી હતી. પથ્થરમારામાં પોલીસ કર્મીઓ ઘવાતા પોલીસે સામેથી લાઠીચાર્જ અને ટીયરગેસ છોડવા પડ્યા હતા. ડોસવાડામાં વાતાવરણ તંગ બની જતા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને ઈજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મીઓને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

 

વાંચો: Amazon હવે નવા વ્યક્તિના હાથમાં, CEO એન્ડી જેસી (Andy Jassy) એમેઝોનનો કાર્યભાર સંભાળશે, એન્ડી છેલ્લા 20 વર્ષથી એમેઝોનની ક્લાઉડ સર્વિસ સંભાળતા હતા

વાંચો: જાપાનમાં પહેલીવાર વરસાદ બાદ કાદવનું પુર, 1500 લોકો ફસાયા, 100 લાપતા, 3ના મોત

વાંચો: જસદણમાં રંગીનમિજાજી વૃધ્ધે કહ્યું, લગ્ન કરવા છે કન્યા હોય તો કહેજો, અઠવાડિયામાં લાશ મળી, જાણો શું હતો મામલો અને કોની થઈ ધરપકડ

Author : Gujaratenews