સુરતથી 45 મિનિટમાં 10 તબીબો ચાર્ટડ પ્લેનમાં સૌરાષ્ટ્ર પહોંચ્યા

09-May-2021

સુરત : સુરતથી સેવા સંસ્થાએ 35 તબીબોની ટીમને ભાવનગર અને અમરેલી મોકલી છે. જેમાં 10 તબીબોની ટીમ ચાર્ટડ પ્લેનથી રવિવારે સવારથી ચાર્ટડ પ્લેનથી નીકળી હતી. ચાર્ટડ પ્લેને સુરત એરપોર્ટ પરથી ઉડાન ભરી ભાવનગર એરપોર્ટ પર પહોંચી સૌરાષ્ટ્રમાં વિવિધ જગ્યાઓએ પહોંચ્યા હતા.

"સેવા" સંસ્થા દ્વારા સુરતના નામાંકિત ડોકટર મિત્રોની ટીમને ફલાઇટના માધ્યમથી  સૌરાષ્ટ્રમાં મોકલવામાં આવ્યા છે. જે ફલાઇટનો સહયોગ  સમાજના અગ્રણી લવજીભાઈ ડાલીયા તરફથી આપવામાં આવ્યો હતો..કતારગામથી કામરેજ સુધીના વિસ્તારમાં કોરોના મહામારીને લઈને લગભગ 20થી વધારે આઈસોલેશન સેન્ટર ખુલ્યા છે. સુરતની લગભગ 100થી વધારે સંસ્થાના કાર્યકર્તાઓ તેમાં કાર્યરત છે. સુરતમાં કોરોના દર્દીઓનું પ્રમાણ ઘટતું જાય છે પરંતુ સૌરાષ્ટ્રના ગામડાઓમાં સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે. કારણ કે મોટા ભાગના સેન્ટરો પર હાલમાં જે દર્દીઓ છે. તેમાંથી મોટાભાગના સૌરાષ્ટ્રમાંથી આવેલા હોવાને લીધે સંસ્થાના આગેવાનોએ સૌરાષ્ટ્રમાં જઈ જાગૃતિ લાવવા માટે અને જે દર્દીઓને યોગ્ય સારવાર મળી શકતી નથી. તેઓને યોગ્ય સારવાર મળે તે હેતુથી 52થી વધારે સંસ્થાઓના લગભગ 2000 જેટલા કાર્યકર્તાઓ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મોકલવા તૈયારી કરી છે. જેમાંથી એક ટીમ પહોંચી છે. સુરતમાં કરેલી સેવા પ્રવૃત્તિ અને અનુભવ અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં જઇને કામે લગાડશે. શનિવારે મોટાભાગના વાહનો રવાના થશે. કાર્યકર્તાઓનું વતન હોય તે જિલ્લામાં પોતાનું ગ્રુપ લઈને ગામડાઓમાં જશે સ્થાનિક લોકો અને આગેવાનોનો સંપર્ક કરી લોકોમાં જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કરશે.

સૌરાષ્ટ્રમાં કોરોના ના સંક્રમણ માં વધારો થતા "ચાલો વતન ની વ્હારે" તેવું  "સેવા" સંસ્થા દ્વારા એક આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે સુરતથી સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓ અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથની ટીમ બનાવીને 8 મેના રોજ અંદાજે 350થી વધારે કારના કાફલા સાથે સુરતથી "સાત દિવસ વતનના વ્હારે" સૌરાષ્ટ્ર તરફ જરૂરી દવાઓ અને મેડિકલ સર્જીકલ સામાન સાથે રવાના થઇ હતી. આ દરમ્યાન સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા, સેવા સંસ્થાના મહેશભાઈ સવાણી, લોક સમર્પણ રક્તદાન બેંક પ્રમુખ હરિભાઈ કથીરિયા, પાસ ટીમ વતી ધાર્મિકભાઈ માલવીયા, અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભા વતી પંકજભાઈ સિદ્ધપરા, મારુતિ વીર જવાન યુવા ટીમમાંથી કરૂણેશભાઈ રાણપરીયા તથા "સેવા" સંસ્થા સાથે જોડાયેલા વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા.

સેવા ગ્રુપ સાથે 52 સંસ્થાઓ જોડાયેલી છે. તે મોટા ભાગની સંસ્થાઓના કાર્યકર્તાઓ સૌરાષ્ટ્રમાં જશે. લાલજીભાઈ ઉગામેડી, લવજીભાઈ બાદશાહ સહિતના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ પણ જશે. 29 એમડી ડોક્ટરોની ટીમ છે. શનિવારે સાંજે 5 વાગે 500 ફોરવ્હીલ રવાના થશે. - મહેશભાઈ સવાણી, સેવા ગ્રુપ

Author : Gujaratenews