વીજળીના કડાકા ભડાકા સાથે તાઉ તે વાવાઝોડું દિવ-ઉના પંથકને રીતસર ધમરોળ્યુ, દીવમાં 150થી 180 કિમીની ઝડપે પવન ફૂંકાયો સાથે ધોધમાર વરસાદ વરસ્યો, ભયાનક દ્રશ્યોથી લોકો ડઘાઈ ગયા

18-May-2021

હાલમાં ‘તાઉ તે’ વાવાઝોડું દીવ, ઉના અને કોડીનાર જેવા કાંઠાના વિસ્તારોને રીતસરનું ધમરોળી રહ્યું છે. ધોધમાર વરસાદની સાથે ફૂંકાતો પવન કોઈ ઈંગ્લિશ ફિલ્મના ડરામણા દ્રશ્ય જેવો લાગી રહ્યો છે. જેને લઈને લોકોમાં હાલ ભયનો માહોલ પ્રસરી ગયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે તાઉ તે વાવાઝોડું આ કાંઠાના પંથકને રીતસર ધમરોળી રહ્યું છે.

કોડીનારમાં પણ 129 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. ‘તાઉ તે’ની મજબૂત અસર આ પંથકમાં જોવા મળી રહી છે. જોરદાર ચક્રવાતને લઈને ઘણી જગ્યાઓ પર પાણી ભરાવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે. જેની અસર રસ્તાઓ પર પડી છે.

ચક્રવાતને લઈને ક્યાકને ક્યાક વૃક્ષો ધરાશાયી થયાના દ્રશ્યો સામે આવ્યા છે. જેને લઈને વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. તાઉ તેની વિકટ પરિસ્થિતીનો અંદાજ ઉપર દર્શાવેલા વીડિયો પરથી જ લગાવી શકાય છે.

Author : Gujaratenews