SURAT : DICF દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

09-Feb-2022

SURAT: ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન DICF જે સેવાકીય કાર્યમાં કાર્યરત છે, શહેરમાં આરોગ્યક્ષેત્રે જાગૃતતા લાવવાના પ્રયાસનાં હેતુથી IM લોજિસ્ટિક ના સહકાર થી તૃતિય વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ તા 13 ફેબ્રુઆરી રવિવારનાં રોજ સવારે 10 થી 3 દરમિયાન LP સવાણી સ્કૂલ મોટા વરાછા ખાતે યોજાશે, વધુ માહિતી આપતા સંસ્થાનાં પ્રમુખ નિલેશભાઈ બોડકી એ જણાવ્યું છે કે મેડિકલ ખર્ચાઓનાં ભારણ ને દૂર કરી લોકોને રાહત મળે એવી ભાવના સાથેનાં ઉદ્દેશ્ય થી મેડિકલ કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ જેમાં શહેરનાં અલગ અલગ 37 તજજ્ઞ ડોક્ટરો આ મેડિકલ કેમ્પમાં સેવા આપશે, શહેરીજનો ને આ કેમ્પનો લાભ લેવા વિનંતી.

Author : Gujaratenews