કોરોનાના કારણે અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા છે. તેવામાં રત્નકલાકારોના પરિવાર નિરાધાર બન્યા છે. ત્યારે આ સહાય માટે જીજેએનઆરએફ દ્વારા મદદનો હાથ લંબાવવામાં આવ્યો છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા અસંખ્ય કારીગરો અને રત્નકલાકારોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે કોરોનાથી મૃત્યુ પામેલા રત્નકલાકારોને સહાય આપવા સર્વે શરૂ કરવામાં આવ્યો છે.જેમ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન, મુંબઈ દ્વારા આ સહાય આપવાની તૈયારી બતાવવામાં આવી છે.સુરતમાં વસતા અને હીરા વ્યવસાય સાથે સંકળાયેલા કોઈ પણ રત્નકલાકાર જે કોરોનામાં મૃત્યુ પામ્યા છે. તેઓના પરિવારને આ મદદ આપવામાં આવશે. આ માટે સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે. જે સર્વેના ભાગરૂપે કોઈના પણ ધ્યાનમાં આ બાબત આવે તો તેઓ ડાયમંડ એસોસિયેશનની ઓફિસે માહિતી જમા કરાવી શકશે.માહિતીમાં ડેથ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો ડાયમંડ એસોસિયેશનની ઓફિસે જમા કરાવવાની રહેશે. અત્યાર સુધી 40 જેટલા રત્નકલાકારોના પરિવારના ફોર્મ જમા થયા છે. હાલ જ્યારે પરિવારનો મોભી ગુમાવ્યા બાદ લોકોની આર્થિક સ્થિતિ વિકટ બની છે, તેવામાં આ સહાય રત્નકલાકારોના પરિવાર માટે મોટી મદદ સાબિત થશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024