રાજકોટ:ધોરાજીમાં મેઘરાજા ઓળઘોળ બન્યા હોય તેમ બપોર બાદ અનરાધાર વરસાદ વરસવાનું શરૂ કર્યું હતું. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોરાજીમાં ત્રણ ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. આથી દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ધોધમાર વરસાદથી રસ્તા પર નદીની જેમ પાણી વહ્યાં હતા. ત્રણ ઈંચ વરસાદથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજથી સાત દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને 3.30 વાગ્યે મેઘરાજાએ પધરામણી કરી હતી. શહેરના જંક્શન, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તેમજ સોરઠિયાવાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
સોરઠિયાવાડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં હજુ તડકો જોવા મળી રહ્યો છે. જોકે અહીં પણ સાંજ સુધીમાં મેઘરાજા મંડાય જાય તેવી આશા સૌ રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યાં છે. રાજકોટમાં ધીમીધારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. શહેરીજનો હજી પણ ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યાં છે. આગાહીના કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે. રાજકોટ જિલ્લામાં વાવણી બાદ વરસાદ ખેંચાતા કપાસ, મગફળી, મગ, અડદ, મકાઈ સહિતના પાકો સુકાવા લાગ્યા છે. ત્યારે વરસાદની આગાહીને લઇને ખેડૂતોમાં પાક બચી જશે તેવી આશા જાગી છે.
Related searches | ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટા પેજ ફોલો અહીં કરો
આ પણ વાંચવા જેવું... SBI બેંકમાં નોકરી કરવાનો મોકો, સ્નાતક ઉમેદવારો માટે 6,100થી વધુ જગ્યાઓ ખાલી
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024