સુરતના કહેવાતા ભામાશા ધવલ અકબરીએ પલસાણાની જેડી રેસ્ટોરન્ટમાં ૫૦થી ૬૦ ગુંડા મોકલી તોડફોડ મામલે 8 પકડાયા

26-Jun-2021

બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર પાટીયા નજીક ને.હા ની બાજુમાં આવેલ જે.ડી.રેસ્ટોરન્ટમાં ચાર દિવસ અગાઉ 18 વર્ષથી નાની ઉંમરની સગીરા સાથે આવેલા યુવાનને રૂમ નહીં આપવા બાબતે થયેલી બબાલ બાદ ધવલ અકબરી નામના યુવાને અદાવત રાખી શુક્રવારના રોજ 8 જેટલી કારમાં આવેલ 50થી 60 વ્યક્તિના ટોળાંએ લાકડી તેમજ છૂટા પથ્થરો વડે હોટલ ઉપર અચાનક હુમલો કરી હોટલના કાચ તોડી નાંખ્યા બાદ હોટલની અંદર તોડફોડ કરી 50 થી 60 હજાર રૂપિયા રોકડા તેમજ સોનાની ચેઇન તેમજ ત્રણ મોબાઈલની લૂટ ચલાવી હોવાના આક્ષેપ હોટલ માલિકે કરતાં સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. આ એજ dhaval akabari છે કે જેણે મીની lockdownમા મુંબઈથી ભામાશા બની સુરતના વરાછામાં સહાય મોકલવાના બેનર શહેરભરમાં લગાવ્યા હતા. સુરતના સ્મીમેર હોસ્પિટલમાં કોરોના વોરિયરનુ ટ્રોફી અને ગીફ્ટ આપી સન્માન કર્યું હતું. સુરતમાં મોટા પાયે બેનર પેમ્પ્લેટથી જાહેરાત કરી ૧ જૂન ૨૦૨૦ના રોજ હરભોલે પાર્ટી પ્લોટ લજામણી ચોક મોટા વરાછા ખાતે મહા રક્તદાન કેમ્પ કર્યો હતો અને 2000 યુનિટ રક્તદાન કરવાનો સંકલ્પ કર્યો હતો. જેને પેમ્પલેટ છપાવી સ્થાનિક અખબારોમાં મોટાપાયે જાહેરાત કરી હતી.સુરતમા લોકોને અનાજ કરીયાણાની સહાય આપવાની વાત કરી હતી. શુક્રવારે સોશિયલ મીડિયામાં જેડી રેસ્ટોરન્ટના માલિકને ચેતવણી આપતો સ્થાનિક ચેનલને ઇન્ટરવ્યૂ આપતો વીડિયો પણ વાયરલ કર્યો હતો. હોટલમાં ચાલતા ગોરખધંધાને લઈને વિવિધ આક્ષેપ કર્યા હતા. તેમણે જનતા રેડ કરવાની પણ વાત કરી હતી. પોતાને સામાજિક કાર્યકર્તા અને સુરતના ભામાશા તરીકે ઓળખતા dhaval akabariએ તોડફોડ કરતા ભારે હોબાળો મચી ગયો છે. આ યુવાન ભાજપના મોટા નેતાનો માણસ હોવાની વાત જાણવા મળી છે. ભાજપ કોંગ્રેસ અને આપ બાદ કોઈ નવો રાજકીય પક્ષ બનાવવાની વાત સોશિયલ મીડિયામાં કરી હતી. પોતે મુંબઈમાં રહે છે અને સુરતના વેલંજા નજીક ઉમરાના શુભમ રો હાઉસમાં તેનું ઘર છે જ્યાં તેના માતા-પિતા રહે છે.

મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર ખાતે ને.હા.48 ઉપર આવેલ બહુ ચર્ચિત જે.ડી.રેસ્ટોરન્ટમાં ચાર દિવસ અગાઉ ધવલ અકબરી નામનો યુવાન સગીર વયની યુવતી સાથે આવ્યો હતો અને હોટલમાં રૂમની માંગણી કરી હતી. જોકે હોટલના સ્ટાફે યુવતીની ઉંમર 18 વર્ષની નીચે હોય રૂમ ભાડે આપવાની ના પાડી હતી. જેથી આ યુવાને અહી બબાલ શરૂ કરી હતી. ત્યારબાદ ત્યાંથી જતો રહ્યો હતો. હોટલ માલિક સંજયસિંગ રાજપૂતે આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે ચાર દિવસ અગાઉ બબાલ બાદ ધવલ અકબરી આજરોજ 8 જેટલી ઇનોવા કાર લઈને 50 થી 60 જેટલા ભાડેના ગુંડાઓ લઈ હોટલ ઉપર આવ્યો હતો અને હોટલના કર્મચારી સ્ટાફ અને અન્ય લોકો કઈ સમજે તે પહેલા જ હોટલ ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો. તેમજ લાકડીના ફટકા તેમજ લોખંડના પાઇપ લઈ હોટલમાં પ્રવેશ કરી ફર્નિચરની પણ તોડફોડ કરી હતી. આ દરમ્યાન તેમણે કાઉન્ટર માંથી 50 થી 60 હજાર રોકડા તેમજ એક સોનાની ચેઇન અને ત્રણ મોબાઈલની પણ લૂટ ચલાવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં થયેલ તોડફોડ બાદ પલસાણા પોલીસ સ્ટાફનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. પોલીસે આ અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ધવલ અકબરીએ બોમ્બેથી 50 થી 60 જેટલા ગુંડા બોલાવી હોટલમાં તોડફોડ કરી હોવાની ચર્ચા છે. પોલીસ આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

આ લૂંટમાં પોલીસે આઠ આરોપીને ઝડપી લીધા છે.CCTVના આધારે પકડાયેલા હુમલાખોરો

1. કલ્પેશ નારણ દેવાણી ઉર્ફ કે.ડી. (40) રહે.રાધેશ્યામ કોમ્પ્લેક્ષ, લજામણી ચોક,વરાછા, મૂળ.લીલીયા, અમરેલી 2. શિવેન્દ્ર ઉર્ફે ભુરો જયસુખ રંધોળીયા (30) રહે.રોયલ રેસીડેન્સી,વડલી ચોક,વરાછા,મૂળ લાઠી-અમરેલી ૩. અભિનવ રાજેન્દ્ર પટેલ (23) રહે.વાલ્વેશ્વર રો હાઉસ, પેડર રોડ,વરાછા, મૂળ.ઉપલેટા,રાજકોટ 4. ચિંતન કાળુ હિ૨૫૨ા (24) રહે. ધર્મનંદન રો હાઉસ, વરાછા 5.રોશન જીતેશ માવાણી (22) રહે.ક્રિષ્ના પાર્ક,કઠોર મૂળ, પાલીતાણા,ભાવનગર 6.મેહુલ વાલા બામ્બા (23) રહે. બુટ ભવાની સોસાયટી, સીતાનગર ચોકડી પાસે, પુણા,મૂળ. ઉમરાળા, ભાવનગર 7. ગુમાનસિંહ ગંભીરસિંહ ગોહિલ (27) રહે.યોગીધારા સોસાયટી, ઉત્રાણ, મૂળ, જેસર, ભાવનગર 8.જેવીન ભરત સભાડીયા (19) રહે. ક્રિષ્ના પાર્ક, કઠોર, મૂળ.તળાજા,ભાવનગર.

ગુનેગારોને પોલીસનો ખૌફ રહ્યો નથી

પોલીસનો ખૌફ ગુનેગારોમાં રહ્યો નથી સુરત જિલ્લાના બલેશ્વર ખાતે હોટલમાં થયેલ તોડફોડ દરમ્યાન 50 થી 60 જેટલા ગુંડાઓ એકસાથે આવીને જાહેરમાં હોટલમાં તોડફોડ કરે છે. કાયદો અને વ્યવસ્થા જોખમમાં મુકાઇ એ રીતની પ્રવૃતિ બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે. સુરત જિલ્લામાં દિવસે દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળી રહી છે.  

ધવલ અકબરીએ પણ હોટલમાં કૂટણખાનું ચાલતું હોવાના આક્ષેપ કર્યા હતા

ધવલ અકબરીએ બે થી ત્રણ દિવસ અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી જે.ડી.રેસ્ટોરન્ટમાં ગોરખ ધંધા ચાલતા હોવાના આક્ષેપો કર્યા હતા જેમાં કૂટણખાનું પણ ચાલતું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. હવે આ સમગ્ર પ્રકરણમાં સત્ય શું છે એ પોલીસ તપાસ દરમ્યાન જ બહાર આવે તેવી શક્યતા છે.

Author : Gujaratenews