સુરતના hyundai નવજીવન કાર શો-રૂમના માલિક ગજ્જર ભાઈઓ વાપીમાં 20 લાખની લેન્ડરોવર કારમાં દારૂ લઇ જતા પકડાયા, ઘરે દારૂ પીવા દમણથી વિદેશી બ્રાન્ડની મોંઘીદાટ બોટલો લાવ્યા હતા

11-Jul-2021

વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં જપ્ત ગજ્જર બંધુઓની લેન્ડ રોવર કાર.આ કારમાં આગળની સીટ નીચે તેમજ પાછળની સીટ નીચે લેધરની બેગમાં દારૂ સંતાડ્યો હતો.

તમારા શહેરના લેટેસ્ટ સમાચાર માટે ગ્રુપ સાથે જોડાઓ.

વોટ્સએપ: 

https://chat.whatsapp.com/LHHa7OgiCgIF1XgvlJFCq3

ટેલિગ્રામ : 

https://t.me/joinchat/aiwR69uGDZ0yNzk1

 

Surat : નાનપુરામાં જુના આરટીઓ પાસે આવેલી જૂની અને જાણીતી કદમપલ્લી સોસાયટીમાં રહેતા અને સુરતના hyundai કાર શોરૂમ નવજીવન મોટર્સના માલિક દીપક ગજ્જર અને હિતેન્દ્ર ગજ્જરની વાપી પોલીસે દારૂના કેસમાં ધરપકડ કરી છે, સાથે સાથે 20 લાખની વૈભવી કાર પણ જપ્ત કરવામાં આવી છે. વાપીમાં વૈભવી લેન્ડરોવર કારમાં વિદેશી દારૂ સહિતની 17 બોટલો મળી આવી હતી. બંનેએ કારની સીટ નીચે એક બેગમાં દારૂ સંતાડી રાખ્યો હતો. પકડાયા બાદ બંનેએ પોલીસ સમક્ષ કબુલ્યું કે અમે આ દારૂ પોતાના ઘરે પીવા માટે દમણની અલગ-અલગ વાન શોપમાંથી ખરીદ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને ગજ્જર બંધુઓ સુરતના હુન્ડાઈ નવજીવન શો-રૂમના માલિક છે. વાપી જીઆઇડીસી પોલીસ ગુરૂવારે રાત્રે વાહન ચેકિંગમાં હતી ત્યારે દમણથી આવી રહેલી ડિસ્કવરી લેન્ડરોવર (કાર નં.જીજે-21-સીએ-0081) ઉપર શંકા જતા તેને અટકાવી ચકાસણી કરતા એક થેલામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

દમણથી દારૂ લાવતા હતા

મોંઘીદાટ લેન્ડ રોવર કારમાં આવેલા ચાલકની પોલીસે  પૂછપરછ કરતા નામ દીપક જશવંતલાલ ગજ્જર (ઉવ.56 વર્ષ) અને હિતેન્દ્ર જશવંતલાલ ગજ્જર (ઉવ. 61 વર્ષ) (એફ.આઇ.આર મુજબ આરોપીનું નામ જીતેન્દ્ર જશવંતલાલ ગજ્જર લખાયું છે) (બંને રહે. નં. 18, કદમપલ્લી બંગ્લોઝ, જુના આરટીઓ પાસે નાનપુરા, સુરત) હોવાનું જણાવ્યું હતું. વાપી જીઆઇડીસી પોલીસના ચેકિંગમાં રહેલા એએસઆઈ અમરતનારણ અને મયુરસિંહે તપાસ કરતા બંને આરોપી ભાઇ હોવાનું, સુરતના કાર શોરૂમના સંચાલકો હોવાનું અને દમણના અલગ અલગ વાઇન શોપમાંથી દારૂની ખરીદી કરી પોતાના ઘરે પીવા માટે લઇ જતા હોવાનું ખુલ્યું હતું. પરંતુ એક શોપ પરથી એક બોટલ મળતી હોવાથી અલગ-અલગ 17 વાઇનશોપ પરથી આ બોટલોની ખરીદી કરી લઈ જઈ રહ્યા હતા.

સુરતના બંને આરોપી કરોડપતિ ઘરના

વાપી પોલીસે જણાવ્યું કે, બંને આરોપીઓ કરોડપતિ ઘરના છે. દારૂ પીવા માટે દમણ આવ્યા હતા. તેઓ દારૂ દમણથી ખરીદી સુરત લઇ જઇ રહ્યા હતા. પોલીસના ચેકિંગમાં પકડાઈ ગયા હતા

કઈ કઈ બ્રાન્ડની હતી દારૂની 17 બોટલો

ઓલ સિઝન્સ ગોલ્ડન કલેક્શન રિઝર્વ વ્હીસ્કી (750 ml, 710 rs per bottle), વિલિયમ લોરેન્સ બ્રાન્ડેડ સ્કોચ વ્હીસ્કી, બ્લેક ડોગ સેન્ટેનરી બ્લેક રિઝર્વ(750 ml, 635 rs per bottle), બ્લેક એન્ડ વ્હાઇટ scot whisky તથા બ્રિઝરની 17 બોટલો મળી આવી હતી. પોલીસે બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી અને 20 લાખની કાર તથા રૂપિયા 6400નો દારૂ મળી કુલ 20.06 લાખની મતા કબજે લીધી હતી. પકડાયેલી વિહીસ્કીની બોટલો કયાથી લાવ્યા? એવું પોલીસે પૂછતા દીપક ગજ્જર અને હિતેન્દ્ર ગજ્જરે કહ્યું કે અમે દારૂ સાથે પકડાયો એ વાત સાચી છે પરંતુ અમે લોકો દમણથી અલગ-અલગ વાઇન શોપમાંથી ખરીદીને દારૂ ઘરે પીવા માટે લઇ જઇ રહ્યા હતા. અમારો કોઈ બીજો ઈરાદો ન હતો.

Related searches | ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટા પેજ ફોલો અહીં કરો

      

આ પણ વાંચવા જેવું...   SBI બેંકમાં નોકરી કરવાનો મોકો, સ્નાતક ઉમેદવારો માટે 6,100થી વધુ જગ્યાઓ ખાલી

 

Author : Gujaratenews