ડેલ્ટા વેરિઅન્ટ અત્યંત જોખમી, રસી અને રોગપ્રતિકારક શક્તિ પર અસર કરવાની વેરિઅન્ટની ક્ષમતા વધારે : સંશોધન

25-Jun-2021

ભારતમાં પ્રથમ વખત મળી આવેલા કોવિડ -19 ના ખૂબ જ ચેપી ડેલ્ટા વેરિઅન્ટ (બી .1.617.2) રોગપ્રતિકારક શક્તિ અને રસીના ડોઝ સામે પણ અસરકારક છે. જેના કારણે આ વેરિઅન્ટ થકી કોરોના દર્દીઓમાં વારંવાર ચેપ લાગવાની સંભાવના ધરાવે છે. નિષ્ણાતોના મતે ડેલ્ટા વેરિઅન્ટ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યું છે અને તેનું પરિવર્તન ખૂબ જ ચેપી છે. તે લોકોમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાયરલ ચેપ ઉત્પન્ન કરે છે અને ઝડપથી ફેલાય છે.

 

ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોમિક્સ અને ઇન્ટિગ્રેટીવ બાયોલોજી (આઇજીઆઇબી) એ કેમ્બ્રિજ યુનિવર્સિટીના ગુપ્તા લેબના સહયોગથી આ અભ્યાસ તૈયાર કર્યો છે. આ અભ્યાસ દેશના ત્રણ શહેરોમાં હેલ્થકેર કર્મચારીઓમાં આ ડેલ્ટા વેરિએન્ટના ચેપના ફેલાવાના આધારે અને એન્ટિબોડીઝ સામે કેવી પ્રતિક્રિયા આપે છે. તેના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે, આ વાયરસની અસર માનવ કોષો પર, ખાસ કરીને ફેફસાં પર, પણ આનો આધાર બનાવી કરવામાં આવ્યો છે. અગાઉ, સ્કોટલેન્ડમાં કોરોના વાયરસ પર સંશોધન કરવામાં આવ્યું હતું કે ભારતમાં ચેપની બીજી લહેર દરમિયાન ડેલ્ટા વેરિઅન્ટથી સૌથી વધુ નુકસાન થયું છે.

Author : Gujaratenews