ડેલ્ટા પ્લસ એ છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં કેસ વધવાના પાછળનું કારણ હોઈ શકે છે. (ફાઇલ ફોટો)
નવી દિલ્હી: કોરોના વાયરસનો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કેરળમાં મળી આવ્યો છે. ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવોને કેન્દ્ર દ્વારા ત્રણ મુદ્દાની સલાહ આપવામાં આવી છે.
કોરોનાની બીજી લહેર દેશ પર કહેર બનીને તૂટ્યો અને હું 1/16 સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા. એટલું જ નહીં કોરોનાનું ડેલ્ટા વેરિઅન્ટ ભારત જ નહીં પરંતુ દુનિયાના કેટલાંય દેશોમાં પ્રકોપ ફેલાવી રહ્યો છે. હવે તેનું વધુ એક નવું વેરિએન્ટ જન્મ લીધો જેને ડેલ્ટા પ્લસનું નામ આપ્યું છે. ભારતના કેટલાંય નવા વેરિએન્ટના કેસ આવવાનું શરૂ પણ થઇ ચૂકયું છે. દેશના ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ અને મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓ જોવા મળ્યા છે.કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ૨૧ કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે સોમવારના રોજ કહ્યું કે તેમાંથી ૯ કેસ રત્નાગિરિ, ૭ જલગાંવ, ૨ મુંબઇ આ સિવાય ૧-૧ સિંધુદુર્ગ, ઠાણે અને પાલગઢ જિલ્લામાંથી છે. સ્વાસ્થય મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારે હવે જીનોમ સિક્વેસિંગનો નિણય કર્યો છે અને દરેક જિલ્લામાંથી ૧૦૦ નમૂના લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે ૧૫ મેથી અત્યાર સુધીમાં ૭૫૦૦ નમૂના લીધા છે, જેમાં ડેલ્ટા પ્લસની અંદાજે ૨૧ કેસ છે. બીજીબાજુ દક્ષિણના રાજ્ય કેરળમાં પણ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે દસ્તક દીધી છે. અહીંના બે જિલ્લા પલક્કડ અને પથનમથિટ્ટામાંથી જમા કરાવામાં આવેલા સેમ્પલ પરથી ડેલ્ટા-પ્લસ વેરિઅન્ટના ઓછામાં ઓછા ત્રણ કેસ સામે આવ્યા છે.
અહીં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર નવીનતમ છે:
આરોગ્ય મંત્રાલયે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની ત્રણ લાક્ષણિકતાઓ ઓળખાવી - ટ્રાન્સમિસિબિલીટીમાં વધારો, ફેફસાના કોશિકાઓના રીસેપ્ટર્સને મજબૂત બંધનકર્તા, અને મોનોક્લોનલ એન્ટિબોડી પ્રતિભાવમાં સંભવિત ઘટાડો.
20-Aug-2024