દાહોદમાં મોબાઈલ પર વાત કરનારી બે યુવતીઓની જાહેરમાં કરાઈ મારપીટ, વીડિયો વાઇરલ થતા પોલીસ કરી આ કાર્યવાહી

25-Jul-2021

દાહોદ જીલ્લામાંથી ફરી એક વખત શર્મસાર કરનાર વીડિયો સામે આવ્યો છે. દાહોદ જીલ્લાનાં ધાનપુર તાલુકાના ભુવેરો ગામમાંથી શર્મસાર કરનારી ઘટના છે. આ ગામમાં રહેનારી બે યુવતીઓને જાહેરમાં માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જાહેર પંચની સામે જ કેટલાંક પુરૂષો દ્વારા આ યુવતીને માર મારવામાં આવી રહ્યો છે. તે વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં એટલો વાઇરલ થઈ ગયો કે, પોલીસ પાસે પણ પહોંચી ગયો હતો. ત્યાર બાદ ધાનપુર પોલીસ દ્વારા વીડિયોને લઈને 12 લોકો સામે ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. દાહોદમાં વારંવાર યુવતીઓ કે મહિલાઓને આ રીતે જાહેરમાં તાલિબાની સજા આપવાના વીડિયો વાઇરલ થતો રહે છે.

 

સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા આ વીડિયોમાં ગામનું ટોળું જોવા મળી રહ્યું છે. જાહેરમાં પંચની સામે જ યુવતીઓની આબરૂના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, યુવતીઓની આજુબાજુમાં કેટલાંક લોકો ઉભેલા છે અને તેમને વિવિધ સવાલો કરતા જોવા મળી રહ્યાં છે. આ મોબાઈલ પર વાત કરતા હતા એ મોબાઈલ ક્યાંથી આવ્યો, કોણે આપ્યો અને કોનો નંબર છે વગેરે જેવા પ્રશ્નો પૂછતા જોવા મળી રહ્યા હતા.

 

Author : Gujaratenews