અરવલ્લીના દઘાલીયા ગામે પીવાના પાણી માટે વલખાં,વહીવટીતંત્રને શરમાવે એવી સ્થિતિનું નિર્માણ

11-Aug-2021

અરવલ્લી જીલ્લામાં નળ કનેક્શન હેઠળ સવા લાખ જેટલા ઘરોમાં નળ કનેક્શન સાથે જોડ્યા હોય અને આ યોજના હેઠળ 43 હજાર કામો પ્રગતિમાં હોવાના તંત્રના દાવા વચ્ચે મોડાસા તાલુકાના દઘાલીયાના દરેકના ઘરે નળ હયાત હોવા છતાં પાણીની એક એક બુંદ માટે ગ્રામજનો તરસી રહ્યા,ગ્રામ પંચાયતના અણધર વહિવટના કારણે 15 દિવસે પણ પાણી ન મળતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે.અધિકારીઓએ પાણીની સમસ્યાને લઈ ગામમાં વિઝીટ પણ કરી ચુક્યા છે પરંતુ ગંભીરતા ન દાખવતા આજે ગ્રામજનો હિજરત કરવા મજબુર બને તો નવાઈ નહિ,તંત્ર દ્વારા નલ સે જલ તકની સુવિધા કરાઈ હોવા છતાં લાભ ન મળતા લોકો રોષ ઠાલવી રહ્યા છે.ગામમાં ત્રણ જેટલા હેન્ડપમ્પ કાર્યરત છે.પાણી લાવવું તો ક્યાંથી લાવવું સવાલ લોકોને સતાવી રહ્યો છે.ત્યારે સંબધિત અધિકારીઓ ગામમાં સર્જાયેલી પાણીની સમશ્યાનો તત્કાલ ઉકેલ લાવવા ગ્રામજનોની માંગ ઉઠી છે.

Author : Gujaratenews