નવી દિલ્હી :મંગળવારે રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરીથી એક વાર વધારો કરવામાં આવ્યો છે. આ વખતે ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા આઠ મહિનામાં રાંધણ ગેસનો સિલિન્ડર ૧૬૮ રૂપિયા મોંઘો થઈ ચૂક્યો છે. જો કે, કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નોંધનીય છે કે સોમવારે જ નાણામંત્રી સીતા૨મણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો ઈનકાર કરી દીધો હતો અને તેના બીજા જ દિવસે રાંધણ ગેસના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. અત્યાર સુધી ૧૪.૨૦ કિલોગ્રામના સિલિન્ડરના ભાવ ૮૩૮.૫૦ રૂપિયા હતા, જે ૨૫ રૂપિયાના વધારા બાદ ૮૬૩.૫૦ રૂપિયા થઈ ગયા છે. આ વર્ષે જાન્યુઆરીમાં સિલિન્ડરની કિંમત ૭૦૭ રૂપિયા આસપાસ હતી, જે આઠ મહિનામાં વધીને ૮૬૩.૫૦ રૂપિયા થઈ ગઈ છે. નવા દર મંગળવારે એટલે 2 કે આજથી લાગુ થશે. એક ઓગસ્ટે જ કૉમર્શિયલ સિલિન્ડર પર ૭૨.૫૦ Li રૂપિયાનો વધારો થયો હતો. હજુ સુધી કેટલી સબિસડી ખાતામાં પહોંચશે એ 2 નક્કી નથી.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025