વાવાઝોડું ‘યાસ’ ભારે વિનાશ સર્જે તેવી શક્યતા, 26 મેના રોજ આ રાજ્યમાં ટકરાશે

24-May-2021

યાસ વાવાઝોડાનો ખતરો, ભારતના પૂર્વના રાજ્યોમાં હાઇઅલર્ટ.

આગામી બે દિવસ સચિવાલયમાં જ રહેશે
તૌકતે બાદ દેશ પર વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે આગામી બે દિવસમાં યાસ નામનું વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ત્રાટકી શકે છે. યાસની અસર અંદામાન-નિકોબાર, તામિલનાડુમાં પણ વર્તાઈ તેવી શક્યતા છે. યાસ વાવાઝોડાને લઈને NDRFની 85 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. તો સશસ્ત્ર સેનાઓ પણ સંપૂર્ણ રીતે ખડેપગે છે.


26મેએ યાસ વાવાઝોડુ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં લેંડફોલ થવાની શક્યતા છે. યાસ વાવાઝોડાને લીધે રાજ્ય અને સ્થાનિક પ્રશાસનની સાથે સાથે NDRF, કોસ્ટ ગાર્ડ, નૌસેના, વાયુસેના અને થળસેના પણ સંપૂર્ણ રીતે સતર્ક છે. પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવની કામગીરી માટે તમામ ટીમોની તૈનાતી શરૂ કરી દીધી છે.

Author : Gujaratenews