સુરત ભાજપની સૌરાષ્ટ્રને મદદ, 3500 રાહત કીટને બે ટ્રકમાં તત્કાલ રવાના કરાઈ

22-May-2021

તાઉતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં ગીરગઢડા, અમરેલી, ભાવનગર સહિતના અસરગ્રસ્ત વિસ્તારમાં સુરત ભાજપે 3500 કીટની સહાય બે ટ્ર્કમાં તાત્કાલિક ધોરણે રવાના કરી છે. જેમાં સાંસદ દર્શના જરદોષ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતનાની આગેવાનીમાં આ સહાય મોકલવામાં આવી છે. 
વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં સર્જાયેલી હાલાકીને પગલે શનિવારે બપોરે સુરતથી ૩૫૦૦ જેટલી રાહત કીટ ગીર ગઢડા, અમરેલી અને ભાવનગર રવાના કરવામાં આવી. રાહત કીટ સાથે ટેમ્પોને પણ પ્રસ્થાન કરાવ્યું. 

સાંસદ દર્શનાબેન જરદોષ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ભારતીય જનતા પાર્ટી સુરત શહેર અધ્યક્ષ નિરંજનભાઇ ઝાંઝમેરા, મહામંત્રી કિશોરભાઇ બિંદલ, મુકેશભાઇ દલાલ, મેયર હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઇ પટેલ, શાસક પક્ષનાં નેતા અમિતસિંહ રાજપૂત, દંડક વિનોદભાઇ પટેલ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

Author : Gujaratenews