BJP નેતા CR પાટીલને 'માજી બુટલેગર' કહેવા ભારે પડ્યા, AAP નેતા વિરુદ્ધ સાત જગ્યાએ ફરિયાદ નોંધાઈ
20-May-2021
સુરત : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વિરુદ્ધ જેમ-તેમ ટિપ્પણી કરવી ભારે પડી ગઈ છે. ભાજપના કાર્યકર્તાઓએ અલગ-અલગ જગ્યાએ સાત ફરિયાદ નોંધાવી છે. તેમની માંગ છે કે, ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા જાહેર જીવનમાં રહેલ વ્યક્તિઓ માટે કરવામાં આવતી બીભત્સ ટીકા-ટિપ્પણી કરવાનું બંધ કરી ગુજરાતની જનતા સમક્ષ માફી માંગે.
આ ફરિયાદોમાં જણાવવામાં આવ્યું છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા સોશિયલ મીડિયા મારફતે તેમના પ્રમુખશ્રી ઇટાલીયા પાસે માગણી કરવામાં આવી છે, જ્યારે બ્લેન્ડર એ નશિલું પીણું છે, માટે કહી શકાય કે આમ આદમી પાર્ટી અને તેમના કાર્યકરો નશીલા પદાર્થોનું સેવન કરી રહ્યા છે અને ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવેલ છે અને જો આ અન્વયે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવે તો આમ આદમી પાર્ટીના કાર્યકરો અને તેમના પ્રમુખ પણ દોષિત સાબિત થાય તેમ છે.
18 મેં 2020ના દિવસે સોશિયલ મીડિયામાં AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની એક પોસ્ટ ઉપર અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ ઉમેશ મારડિયા હિન્દુ પ્રજાપતિએ કોમેન્ટ લખી હતી જેમાં તેણે લખ્યું હતું કે " ગોપાલભાઈ, મેળ પડે તો એક બ્લેન્ડર મળી જાય તેવું કરો, નવસારી જલાલપુરમાં પાણીની સગવડ છે અને હા બે મિત્રો પણ મારી સાથે બેસવા વાળાને બ્લેન્ડર હોય તો પણ ચાલશે " દારૂની વિવિધ બ્રાન્ડસ અંગે લખ્યું હતું. જેના જવાબમાં ગોપાલ ઇટાલીયાએ વિવાદાસ્પદ કોમેન્ટ લખી હતી. તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખનું નામ લઈને લખ્યું કે, માજી બુટલેગર અને હાલના નવસારીના સાંસદ સી.આર.પાટીલ નો સંપર્ક કરો મેળ પડી જશે".
બીજેપી કાર્યકર્તાઓએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીએ સુરત શહેરના સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં અમુક સીટો શું મેળવી કે, તેમના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા અવનવી પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કે જેઓ નવસારી સંસદીય મતવિસ્તારના સાંસદ પણ છે તેમના વિરૂધ્ધ બેફામ બોલી રહ્યા છે અને તેમના સંસદીય મત વિસ્તારના પ્રજાજનોને તેમના વિરુદ્ધ ભડકાવી રહ્યા છે. જેથી ગોપાલ ઇટાલીયા દ્વારા કરવામાં આવતી આવી ટીકા-ટિપ્પણી વિશે ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા કુલ સાત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024