ગુજરાત હાઇકોર્ટમાં ભરૂચ હોસ્પિટલમાં લાગેલી આગ અને ફાયર સેફ્ટી તેમજ લગ્ન તેમજ ધાર્મિક કાર્યક્રમો પર રોક લગાવવા ઉપર સુનાવણી
11-May-2021
અમદાવાદ : આજે ગુજરાત હાઇકોર્ટમાં ભરૂચ હોસ્પિટલમાં લાગેલી આગ અને ફાયર સેફ્ટી તેમજ લગ્ન તેમજ ધાર્મિક કાર્યક્રમો પર રોક લગાવવા ઉપરની સુનાવણી થઇ હતી. કોર્ટે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગ મામલે કોર્ટે 25 મે સુધી પોતાનો જવાબ રજૂ કરવા માટે કહ્યું સાથે ભરૂચ નગરપાલિકાને પક્ષકાર તરીકે જોડવામાં આવે. આ લાપરવાહીમાં જવાબદારી નક્કી કરવી જ પડે. કોર્ટે આ મામલે ડિસ્ટ્રીક હેલ્થ ઓફિસર, હોસ્પિટલ ટ્રસ્ટ અને ફાયર NOC માટેના નોડલ ઓફિસરને નોટિસ મોકલી છે અને પોતાનો પક્ષ રજૂ કરવા માટે કહેવા આવ્યું છે. હવે હાઇકોર્ટની સુઓમોટો અંગેની સુનવણી 17મી મે એ હાથ ધરવામાં આવશે.
નામદાર કોર્ટમાં મોટાભાગના વકીલોની રજૂઆત
નામદાર કોર્ટમાં મોટાભાગના વકીલોએ રજૂઆત કરતા જણાવ્યું કે, સરકારના સુનવણીના આગલી રાતે સોગંદનામું રજુ કરાતા અભ્યાસ કરવાનો સમય ઓછો મળે છે. તેથી આજની સુનવણી સમાપ્ત કરાઈ. હવેથી નામદાર કોર્ટમાં સરકાર 24 કલાક પહેલા સોગંદનામું રજુ કરે તેવી અપીલ કરાઈ.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024