AAP નેતાએ કર્યો પર્દાફાશ : મરી જશો, પાપના ભાગીદાર ન બનો: નવો નક્કોર રોડ તોડી પાડતા AAP નેતાએ ભાજપ નેતાને ફોન કર્યો
23-Jul-2021
અમરેલીમાં કુંકાવાવ નાકાથી મામલતદાર કચેરી વચ્ચે બનતા નવા રોડને લઈ વિવાદ, સારા એવા રોડને તોડી નવા રસ્તાના બાંધકામ માટે ટેન્ડર જાહેર કરતા AAPના કાર્યકર અને BJP નેતાની ઓડિયો વાઈરલ
અમરેલીના બગસરામાં બનતા નવા RCC રોડને લઇને વિવાદ જાગ્યો છે. જે માર્ગ પર રોડ તોડવામાં આવ્યો છે. ત્યાં આજથી 6 વર્ષ પહેલા RCC રોડનું કામ થયું હતું. અને આજની તારીખે પણ આ રોડ ચાલવા લાયક હતો. સારા રોડને તોડી નવા રોડનું ટેન્ડર પાસ કરતા આમ આદમી પાર્ટી મેદાને કૂદી છે. અને ભાજપના નેતાને ફોન કરીને ખખડાવી રહ્યા છે. AAP અને ભાજપ નેતા વચ્ચેનો ઓડિયો વાયરલ પણ થયો છે. રોડના કામને લઇ ઓડિયો થયો વાયરલ થયો છે. મહત્વનું છે કે, કુંકાવાવ નાકાથી મામલતદાર કચેરી સુધી નવો રોડ બની રહ્યો છે.જે માર્ગ પર રોડ તોડવામાં આવ્યો છે. ત્યાં આજથી 6 વર્ષ પહેલા RCC રોડનું કામ થયું હતું. અને આજની તારીખે પણ આ રોડ ચાલવા લાયક હતો. સારા રોડને તોડી નવા રોડનું ટેન્ડર પાસ કરતા આમ આદમી પાર્ટી મેદાને કૂદી છે. અને ભાજપના નેતાને ફોન કરીને ખખડાવી રહ્યા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024