દેશમાં સતત બીજા દિવસે ૨૪ કલાકમાં ૪૦૦૦નાં મોત, ૪.૧૨ લાખ નવા કેસ,.વડાપ્રધાનની મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની વકરતી સ્થિતિ અંગે ચર્ચા

07-May-2021

 નવી દિલ્હી:  ભારતમાં નિષ્ણાતોની આગાહી મુજબ કોરોના મહામારીની વિકરાળ બની રહી છે. દેશમાં ગુરુવારે એક જ દિવસમાં બીજી લહેરમાં વધુને વધુ કોરોનાથી ૪,૦૦૦ દર્દીનાં મોત થયા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. દેશમાં સતત બીજા દિવસે એક જ દિવસમાં સૌથી વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. વધુમાં કોરોનાના નવા કેસ પણ ૪.૧૨ લાખ નોંધાયા છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના ચાર લાખ કરતાં વધુ કેસ નોંધાયા છે. દેશમાં નિષ્ણાતોએ કોરોનાની બીજી લહેરમાં મે મહિનાના મધ્ય સુધીમાં દૈનિક કેસ પાંચ લાખ થઇ શકે છે.

Author : Gujaratenews