કોરોનાની સ્વદેશી દવા લોન્ચ : દવાનું નામ ટુ-ડીજી, સરકારે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી, જૂનથી બજારમાં આવશે

18-May-2021

2-DG has been developed by the Institute of Nuclear Medicine and Allied Sciences (INMAS),

પાવડર સ્વરૂપની દવા: 5-6 ડોઝ જરૂરી રહેશે : સંરક્ષણમંત્રી રાજનાથ દ્વારા 10000 ડોઝના પેક ખુલ્લા કરાયા: હાલ એઈમ્સ-ડીઆરડીઓ હોસ્પીટલમાં ઉપલબ્ધ રહેશે

નવી દિલ્હી: આ તોફાન અને તબાહી, કોરોના મહામારી વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. અત્યાર સુધી કોરોનાનો કોઇ ઇલાજ ન હતો, દવા ન હતી, માત્ર વેક્સિનના ભરોસે આપણે હતા ત્યારે સ્વદેશી દવા બજારમાં આવી ગઈ છે. જેના ઇમરજન્સી ઉપયોગ પર ભારત સરકારે મંજૂરી પણ આપી દીધી છે.  દેશમાં કોરોનાના દર્દીઓ માટે મોટી રાહતરૂપ ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ની દવા ટુ-ડીજી આજે સંરક્ષણમંત્રી રાજનાથ સિંઘના હાથે લોન્ચ કરવામાં આવી હતી. આ દવા પાઉડર સ્વરૂપની છે અને તે કોરોનાના દર્દીની સારવારની સમાંતર અપનાવાતી થેરાપી છે જે આપવાથી દર્દીને સરેરાશ 2-3 દિવસ હોસ્પીટલમાં ઓછુ રહેવું પડશે તેને ઓકસીજન સપોર્ટથી પણ ઓછામાં ઓછી આવશ્યકતા રહેશે. રાજનાથસિંઘે વધુમાં કહ્યું કે દેશમાં આ સંસ્થાએ ફકત સંરક્ષણ જ નહી તબીબી સહિતના ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે. ડીઆરડીઓના વડા જી.સતીષ રેડ્ડીએ જણાવ્યું કે આ પાઉડર સ્વરૂપની દવા વાયરસથી સંક્રમીત થયેલા કોષો પર સીધી અસર કરશે અને શરીરની ઈમ્યુન સીસ્ટમ પર તે સફળતાપૂર્વક કામ કરશે. આ દર્દીની હાલત અને ડોકટરની સલાહ મુજબ 5-7 દિવસ રોજના બે ડોઝ આપવાના રહેશે. હાલ આ પાઉડર સ્વરૂપની દવાના 10000 ડોઝ તૈયાર કરાયા છે અને તે એઈમ્સ તથા ડીઆરડીઓની હોસ્પીટલમાં તમોએ આ દવા લેવાથી દર્દીને હોસ્પીટલમાં રહેવામાં 2-3 દિવસની રાહત થશે અને તેને કૃત્રિમ ઓકસીજનની જરૂર ઓછી રહેશે. આ દવાનું પરીક્ષણ કોવિડના 220 દર્દીઓ પર ગુજરાત સહિતના રાજયોએ પરીક્ષણ કરાયું હતું અને તે સફળ રહ્યું છે.

દવાનુ નામ છે 2 ડીજી, એટલે કે 2 ડિઓક્સિ ડી ગ્લુકોઝ, હાલ દવાના 10 હજાર પેકેટ એઇમ્સ, દિલ્હી સહિતની હોસ્પિટલોમાં અપાય છે. હાલ પાવડર ફોર્મમાં છે. દવા કોરોના વાઇરસ પર સીધી કામ કરશે.વાઇરસને રેપ્લિકેટ કરવા ગ્લુકોઝની જરૂર પડતી હોય છે. જો તેને ગ્લુકોઝ ન મળે તો ઇનેક્ટિવ થઈ જાય છે, નિષ્ક્રિય થઈ જાય છે.જ્યારે આ દવા શરીરમાં જશે ત્યારે વાઇરસ આને ગ્લુકોઝ સમજીને ખાવાની કોશિશ કરશે, આ ગ્લુકોઝ ન હોઇ તેનું એનોલોગ હોઇ આનાથી વાઇરસ નષ્ટ થઈ જશે. દવા લીધાના 3 દિવસ બાદ 42 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂર રહેતી નથી અને આ મોટી રાહત છે.65 વર્ષથી વધુના લોકો પર આ દવા બિલકુલ કારગત છે. હાલ 10 પેકેટ પ્રતિદિવસ બને છે પરંતુ જૂન મહિનામાં પ્રોડક્શન પ્રતિ દિવસ 1 લાખ પેકેટ કરીને દેશભરમાં વિતરણ શરૂ કરી દેવાશે.

 

ડો. જી સતીશન રેડ્ડી, ડીઆરડીઓના નિર્દેશકનું કહેવું છે કે, આ દવા કારગત સાબિત થઈ છે. જૂન મહિનાથી દવા માર્કેટમાં લાવવાની અમારી તૈયારી છે. 

Author : Gujaratenews