નવી દિલ્હી/ગાંધીનગર : દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪,૦૧,૧૭૩ કેસ નોંધાયા હતા. એ સાથે જ કુલ કેસ વધીને ૨,૧૮,૮૬,૫૫૬ થયા છે. જેની સામે ૩,૧૯,૩૯૭ લોકો ડિસ્ચાર્જ થતાં દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૭૯,૧૭,૦૧૩ લોકો કોરોનામુક્ત થયા છે. છેલ્લાં એક દિવસમાં વધુ ૪૧૯૧ના મોત સાથે ~ | મૃત્યુઆંક વધીને ૨,૩૮,૨૬૫ થયો છે. દેશમાં હાલ ૩૭,૨૧,૭૮૬ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં ૨૪ ક્લાક્માં કોરોનાના નવા ૫૪૦૨૨ કેસ 1 નોંધાયા હતા. જ્યારે ૮૯૮ના મોત થયા છે. ઉત્તરપ્રદેશમાં ૨૭૭૬૩ અને ૩૭૨ના મોત. રાજસ્થાનમાં ૧૮૨૩૧ અને ૧૬૪ના મોત. મધ્યપ્રદેશમાં ૧૧૭૦૮ અને ૮૪ના મોત. પંજાબમાં ૮૨૯૭ અને ૧૬૫ના મોત, કેરળમાં ૩૮૪૬૦ અને ૫૪ના મોત નોંધાયા છે. કર્ણાટકમાં ૪૮૭૮૧ અને ૫૯૨ના મોત. તમિળનાડૂમાં ૨૬૪૬૫ અને ૧૯૭ના મોત. બંગાળમાં ૧૯૨ ૧૬ અને ૧૧૨ના મોત, આંધ્રપ્રદેશમાં ૧૭૧૮૮ અને ૭૩ના મોત, છત્તીસગઢમાં ૧૩૬૨૮ અને ૨૦૮ના મોત, હરિયાણામાં ૧૩૮૬૭ અને ૧૬૨ના મોતઓ, ઓરિસામાં૧૨૨૩૮ અને ૧૯ના મોત નોંધાયા હતા. ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે લોકોએ કારોનાને મ્હાત આપી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024