દેશમાં ૭૪૧ જિલ્લામાંથી ૪૦ ટકાથી વધારે ૩૦૧ જિલ્લામાં પોઝિટિવિટી રેટ ૨૦ ટકા

10-May-2021

ન્યુ દિલ્હી : દેશમાં ૭૪૧ જિલ્લામાંથી ૪૦ ટકાથી વધારે એટલે કે ૩૦૧ જિલ્લામાં પોઝિટિવિટી રેટ ૨૦ ટકા અથવા આનાથી વધારે છે. આ આંકડો ૭ મેના સમાપ્ત થયેલા અઠવાડિયાનો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આને જાહેર કર્યો છે. • આ ૫ જિલ્લા દેશના ૩૬ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પડે છે. આનાથી જાણવા મળે છે કે કોવિડ સંક્રમણની વર્તમાન લહેર ક્યાં સુધી ફેલાયલી છે. કોરોનાનો પોઝિટિવિટી રેટ વધતો દર્શાવે છે કે અત્યારે મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ વધારવાની જરૂરિયાત છે.

ગત અઠવાડિયા દરમિયાન (૧થી ૭ મે) દરમિયાન ૧૫ જિલ્લામાં પોઝિટિવિટી રેટ ૫૦ ટકાથી વધારે રહ્યો. આમાં હરિયાણાના ૪ જિલ્લા અને અરૂણાચલ પ્રદેશ તેમજ રાજસ્થાનના ૨-૨ જિલ્લા સામેલ છે. ખાસ વાત એ છે કે આમાંથી મોટાભાગના જિલ્લા ગ્રામીણ છે. કેમકે ટેસ્ટિંગના આંકડા ઉપલબ્ધ નથી, જેથી એ સ્પષ્ટ નથી કે આનું કારણે પુરતુ ટેસ્ટિંગ છે કે નહીં. ૭ દિવસના સમયગાળા માટે સૌથી વધારે પોઝિટિવિટી રેટ ૯૧.૫ ટકા અરૂણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં જોવા મળ્યો. લિસ્ટમાં બીજું નામ પોન્ડિચેરીના યનમનું છે. ત્યારબાદ યાદીમાં રાજસ્થાનનું બીકાનેર, અરૂણાચલ પ્રદેશ અને દિબાંગ વૈલી અને રાજસ્થાનનું પાલી છે. ૨૦ ટકા અથવા તેનાથી વધારે પોઝિટિવિટી રેટવાળા જિલ્લાની ટકાવારી સૌથી વધારે કેરળમાં છે. રાજ્યના ૧૪ માંથી ૧૩ જિલ્લામાં આ સ્થિતિ છે. હરિયાણા ૨૨ માંથી ૧૯, પશ્ચિમ બંગાળ ૨૩ માંથી ૧૯, દિલ્હી ૧૧ માંથી ૯ અને કર્ણાટક પણ એ રાજ્યોમાં મના ૭૦ ટકાથી વધારે જિલ્લા આ યાદીમાં છે.

Author : Gujaratenews