રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 7 લાખને પાર, રેકોર્ડબ્રેક 15 હજારથી વધુ દર્દી સાજા થયા અને 11 હજારથી ઓછા કેસ નોંધાયા

11-May-2021

છેલ્લા 12 દિવસથી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી રહ્યા છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 80.04 ટકા થયો છે.કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ હતી. પરંતુ રાજ્યમાં 11 હજારથી ઓછા કેસ એટલે કે 10 હજાર 990 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 7 લાખને પાર થઈ ગયો છે. સતત સાતમા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે અને રેકોર્ડબ્રેક 15 હજાર 198 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં 118 દર્દીના મોત થયા છે.

Author : Gujaratenews