રાજ્યમાં 11,084 નવા કેસ, 121 દર્દીઓના મૃત્યુ, 14,770 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા

09-May-2021

રાજ્યમાં 9 મે ના રોજ સતત બીજા દિવસે 12 હજારથી ઓછા કોરનાના દૈનિક કેસો નોંધાયા

 

રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 9 મે ના રોજ બીજા દિવસે પણ 12 હજારથી ઓછા કોરનાના દૈનિક કેસો નોંધાયા છે, આ સાથે 14 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે.

11,084 નવા કેસ, 121 મૃત્યુ
રાજ્યમાં આજે 9 મે ના રોજ કોરોનાના નવા 11,084 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 121 કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 6,80,412 થઇ છે અને મૃત્યુઆંક 8394 થયો છે.
આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો

અમદાવાદ : શહેરમાં 18, જિલ્લામાં 1 મૃત્યુ
સુરત : શહેરમાં 7, જિલ્લામાં 5 મૃત્યુ
વડોદરા : શહેરમાં 7, જિલ્લામાં 5 મૃત્યુ
રાજકોટ : શહેરમાં 6, જિલ્લામાં 7 મૃત્યુ
જામનગર : શહેરમાં 8, જિલ્લામાં 6 મૃત્યુ
ભાવનગર : શહેરમાં 4, જિલ્લામાં 0 મૃત્યુ
ગાંધીનગર : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ

અમદાવાદમાં 2883 કેસ, સુરતમાં 839 કેસ
રાજ્યમાં આજે 9 મે ના રોજ અમદાવાદમાં સૌથી વધુ અને ત્યારબાદ બીજા ક્રમે સુરતમાં કોરોનાના સૌથી વધુ નવા કેસો નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 2883, સુરતમાં 839, વડોદરામાં 790, રાજકોટમાં 351, જામનગરમાં 348 અને ભાવનગરમાં 224 કોરોનાના નવા કેસ નોધાયા છે. આ મહાનગરો ઉપરાંત મહેસાણા જિલ્લામાં 483, રાજકોટ જિલ્લામાં 395, વડોદરા જિલ્લામાં 371 નવા કેસો નોંધાયા છે.

Author : Gujaratenews