દેશમાં Corona રોગચાળાની બીજી લહેર વિરુદ્ધ ભારતની અવિરત જંગ ચાલુ છે. આ દરમ્યાન રાજસ્થાનમાં બાળકોમાં કોરોનાનો ચેપ લાગ્યો હોવાનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. જેમાં રાજસ્થાનના દૌસા જિલ્લામાં 10 થી 12 વર્ષની વયના 345થી વધુ બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
રાજસ્થાનમાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક, દૌસામાં 345 બાળકો કોરોના પોઝિટિવ
દેશમાં Corona રોગચાળાની બીજી લહેર વિરુદ્ધ ભારતની અવિરત જંગ ચાલુ છે. આ દરમ્યાન રાજસ્થાનમાં બાળકોમાં કોરોનાનો ચેપ લાગ્યો હોવાનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. જેમાં રાજસ્થાનના દૌસા જિલ્લામાં 10 થી 12 વર્ષની વયના 345 થી વધુ બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ જિલ્લામાં છેલ્લા 10-12 દિવસમાં બાળકોમાં 500 થી વધુ Coronaના કેસ નોંધાયા છે. જેમાં દેશના કોરોનાની બીજી લહેરમાં ભારતના ગ્રામીણ વિસ્તારો અને નાના વય જૂથોમાં ચેપ લગાડ્યો છે. જ્યારે રાજસ્થાનના દૌસા અને અન્ય વિસ્તારોમાં નાની વયના લોકો અને બાળકોમાં આ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે
ડુંગરપૂર જિલ્લામાં સીએમએચઓએ જણાવ્યું હતું કે રાજ્યના ફેલાઇ રહેલા Corona ની અસર જિલ્લામાં પણ પડી છે. તેમજ છેલ્લા 10-12 દિવસની અંદર 500 થી વધુ બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમજ બાળકોમાં સામે આવેલા કોરોનાના કેસ સર્વેલન્સ અને મોનિટરિંગ તથા સમયસર કરવામાં આવેલા ટેસ્ટિંગનું પરિણામ છે.
સીએમએચઓએ જણાવ્યું હતું કે અમારો સરહદી જિલ્લો છે. તેમજ આ વિસ્તારમાં અન્ય રાજ્ય અને શહેરમા લોકોની અવર જવર વધારે છે. જેના લીધે કોરોના વાયરસથી વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે. જિલ્લા આરોગ્ય તંત્રએ લીધેલા પગલાં અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે અમે ઑકિસજનની વ્યવસ્થા પણ કરી છે. તેમજ બાળકોના ડોકટર દરરોજ મુલાકાત લે છે. તેમજ બાળકોના સ્વાસ્થયની દરરોજ તપાસ કરવામાં આવે છે. બાળકોને જરૂરી દવાઓ પણ પૂરી પાડવામાં આવે છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
18-Jan-2025