નવી દિલ્હી : દેશમાં કોરોનાને કેસ ઝડપથી ઘટી રહ્યા છે. બીજી લહેરમાં ચાર લાખ પર પહોંચેલો કોરોના હવે ઘટીને 1 લાખ પર આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસ 1 લાખ જ સામે આવ્યા છે. જે સાથે એક્ટિવ કેસ 14 લાખ રહી ગયા છે. બીજી બાજુ 2427 લોકો જ મોતને ભેટ્યા છે.
દેશમાં કોરોનાના કારણે મોતની સંખ્યા 3.49 લાખ પર પહોંચી છે. 6 એપ્રિલે કોરોનાના નવા 96982 કેસ નોંધાયા છે. છેલ્લા બે મહિનામાં સૌથી ઓછા નોંધાયા છે. રવિવારે 15.87 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
દિલ્હી સરકારે હવે 45 વર્ષથી વધુ વયનાને રસી આપવા માટે ઘરે ઘરે પહોંચવાની પહેલ કરી
દિલ્હી સરકારે હવે 45 વર્ષથી વધુ વયનાને રસી આપવા માટે ઘરે ઘરે પહોંચવાની પહેલ કરી છે. દિલ્હીમાં જેટલા પણ મતદાન મથકો છે ત્યાં જ કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોને તેમના ઘરોની નજીક જ કોરોનાની રસી મળી રહે તે હેતુથી આ પગલુ ભરવામાં આવ્યું હોવાનું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું.
25-Jun-2025