નવી દિલ્હી: બે દિવસ પહેલા કોરોના ત્રીજા વેવના આગમનની આગાહી કરનાર કેન્દ્ર સરકારના મુખ્ય સલાહકાર વિજય રાઘવાને હવે કહ્યું છે કે જો સાવધાની રાખવામાં આવે તો આપણે કોરોના ત્રીજી લહેર આવતા અટકાવી શકીએ છીએ. તેમણે કહ્યું કે જો બધા સાવચેત રહે અને માર્ગદર્શિકાનું પાલન કરે, તો કદાચ કોરોનાની ત્રીજી લહેર કેટલાક સ્થળોએ અથવા ક્યાંય નહીં આવે. જો કે, બે દિવસ પહેલા રાઘવને કહ્યું હતું કે વાયરસ બદલાતા રહે છે તેમ કોરોના ત્રીજી લહેર આવવાનું કોઈ રોકી શકે નહીં.રાઘવાને શુક્રવારે કહ્યું હતું.
Author : Gujaratenews
05-Mar-2025