૨૪ કલાકમાં ૫૪ વ્યક્તિનાં મોતઃ ગુજરાતમાં આજે ૧,૪૭,૮૬૦ વ્યક્તિનું રસીકરણ કરાયુંઃ સાજા થવાનો દર ૮૮.૫૭ ટકા.
ગાંધીનગર, તા.૨૨
ગુજરાતમાં આજે ૧,૪૭,૮૬૦ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે રાજ્યમાં કોવિડ ૧૯થી સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૮૮.૫૭ ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ ૪૨૦૫ કેસ જ નોંધાયા હતા. જ્યારે બીજી તરફ કુલ ૮૪૪૫ દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૬,૯૫,૦૨૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
જો રાજ્યમાં એક્ટિવ દર્દીની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૮૦૧૨૭ કેસ એક્ટિવ છે. જે પૈકી ૬૭૯ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે ૭૯૪૪૮
દર્દીઓ સ્ટેબલ છે. ૬,૯૫,૦૨૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જયારે ૯૫૨૩ લોકોનાં કુલ મોત કોરોનાને કારણે થયા છે. જ્યારે રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ ૫૪ લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં ફ્રન્ટલાઇન વર્કર્સને ૮૦૬૮ને પ્રથમ ડોઝ અને ૨૭૨૯ લોકોને બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. ૪૫થી વધારે ઉંમરના ૭૯૦૧૨ લોકોને પ્રથમ ડોઝ જ્યારે ૧૬૨૨૮ લોકોને બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. ૧૮થી ૪૫ રીતે રાજ્યમાં કોરોના કુલ કેસની સંખ્યા ૫૫ લાખ ૨૭ હજાર ૦૯૨ પર પહોંચી ગઈ છે, જ્યારે વાયરસથી મૃત્યુઆંક ૮૬ હજાર ૬૧૮ પર પહોંચી ગયો છે. બિહારમાં કોરોના વાયરસના ચેપને કારણે ૯૮ લોકોનાં મોત થયાં, ત્યારબાદ રાજ્યમાં મૃત્યુની સંખ્યા ૪૩૩૯ પર પહોંચી ગઈ. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ચેપના ૫૧૫૪ કેસ નોંધાયા છે, ત્યારબાદ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને ૬.૮૧ લાખ થઈ ગઈ છે. એવું કહેવામાં આવે કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૬.૧૭ લાખ લોકો ચેપ મુક્ત બન્યા છે જ્યારે ૪૯,૩૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે. ૨૧ મે સુધી દેશભરમાં ૧૯ કરોડ ૩૩ લાખ ૭૨ હજાર ૮૧૯ કોરોના ડોઝ આપવામાં આવ્યા હતા. ગત દિવસોમાં ૧૪ લાખ ૫૮ હજાર ૮૯૫ રસી લગાવવામાં આવી. તો અત્યાર સુધી ૩૨ કરોડ ૬૪ લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગત દિવસોમાં ૨૦.૬૬ લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવિટી રેટ ૧૨ ટકાથી વધુ છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર ૧.૧૨ ટકા છે જ્યારે રિકવરી રેટ ૮૭ ટકાથી વધુ છે. એક્ટિવ કેસ ઘટીને ૧૨ ટકાથી ઓછા થઇ ગયા છે. કોરોના એક્ટિવ કેસના મામલે દુનિયામાં ભારત બીજા ક્રમે છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા નંબર પર છે. જ્યારે દુનિયામાં અમેરિકા, બ્રાજીલ બાદ સૌથી વધુ ભારતમાં થયા છે.
ચાલુ માસમાં કેસ :
કુલ ૮૫,૧૩૫ લોકોનો મોત સરકારી ચોપડે નોંધાયા છે. જે ગત મહિનાના ૪૮,૭૬૮ જેટલા કેસ નોંધાયા હતા. સરેરાશ જોઈએ તો દેશમાં મે મહિનામાં દરરોજ ૪૦૦૦ જેટલા મૃત્યુ નોંધાયા છે. જોકે આ ડેટામાં કેટલાક જૂન મૃત્યુ આંક પણ છે. તેમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્રમાં આ પ્રકારનો તફાવત ડેટાને એકત્રિત કરવામાં લાગતા વધુ સમયને લઈને છે.
દેશમાં હાલ સતત ૨.૫ લાખની આસપાસ નવા કેસ નોંધાઈ રહ્યા છે. શુક્રવારે પણ દેશમાં ૨.૫૭ લાખ કેસ નોંધાયા હોવાનું ડેટાબેઝ આધારે જાણવા મળે છે. દેશમાં બીજી લહેરના પીક કરતા હાલ કેસમાં ૩૫ ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ મૃત્યુદર ખૂબ જ ઉચ્ચ જોવા મળી રહ્યો છે. જોકે શુક્રવારે મૃત્યુ આંક ૩૫૦૦થી નીચે રહ્યો છે હતો જે આ મહિનામાં ૩ મે પછી પહેલીવાર છે. ભારતમાં શુક્રવારે ૩૪૭૮ લોકોના મોત થયા હતા જે ગત દિવસના ૩૯૬૮ લોકોના મોતથી ઓછા હતા. પણ મહારાષ્ટ્રમાં શુક્રવારે ૫૫૫ નવા મૃત્યુ આંક સાથે જૂનો ૭૦૮ જેટલા મત્યુઆંકને પણ જાહેર કરવામાં આવ્યો હતો.
05-Mar-2025