ગુજરાત આજે કોરોના વાયરસનાં નવા 4773 કેસ નોંધાયા છે. જ્યારે 64 દર્દીઓનાં મોત પણ થયા છે. જો કે 8308 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, રાજ્યનો રિકવરી રેટ વધીને 87.32 ટકા થઈ ગયો છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 7,76,220 થઇ ગઈ છે. આ સાથે જ અત્યાર સુધીમાં 6,77,798 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 9404 કોરોના દર્દીનાં મોત થયા છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 89018 રહી ગઈ છે. જેમાં 716 દર્દીઓ વેન્ટિલેટર પર છે.રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધી 9404 દર્દીઓના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ વધીને 87.32 ટકા થઈ ગયો છે. એક્ટિવ કેસનો આંકડો 98,018 પર પહોંચ્યો છે
રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 1079 નવા કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 422, સુરત શહેરમાં 297, સુરત ગ્રામ્યમાં 209, રાજકોટ શહેરમાં 192, વડોદરા ગ્રામ્ય 162, આણંદ 161, ભરૂચ 138, જામનગર શહેર 138, કચ્છ 134, પંચમહાલ 126, જુનાગઢ ગ્રામ્ય 117, સાબરકાંઠા 105 અને જુનાગઢ શહેરમાં 101 કેસ નોંધાયા છે.
રાજયમાં આજે 64 જેટલા કોરોના દર્દીઓનાં મોત થયા છે, જેમાં અમદાવાદ શહેરમાં 8 લોકોના મૃત્યુ થયા છે. તો વડોદરા શહેરમાં 3, સુરત શહેરમાં 5, સુરત ગ્રામ્યમાં 3, રાજકોટ શહેરમાં 3, વડોદરા ગ્રામ્યમાં 3, આણંદ અને ભરૂચ 1-1, જદામનગર શહેર 3, કચ્છ 1, જુનાગઢ 2, સાબરકાંઠા 1, જુનાગઢ શહેર 2, મહેસાણા 3, દાહોદ 1, મહીસાગર 1, બનાસકાંઠા 4, અને રાજકોટ ગ્રામ્યમાં 3 લોકોના મોત થયા છે.
રાજ્યમાં તૌકતે ચક્રવાતનાં પગલે રસીકરણ અભિયાન બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ આજે ફરી લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજે 1,37,172 લોકોને વેક્સિન આપવામાં આવી છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,49,50,228 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024