નવી દિલ્હી : દિલ્હી કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં કોરોનાના વ્યાપક પસાર અંગે ચર્ચા કરવામાં આવી છે. સોનિયા ગાંધીએ બેઠકમાં કહ્યું હતું કે, ગત ચાર અઠવાડિયામાં કોરોનાની સ્થિતિ ખુબ જ ભયંકર હતી. વધુમાં કહ્યું કે વૈજ્ઞાનિકોની સલાહને અવગણવામાં આવી રહી છે. જેના માટે દેશની સરકારે મોટી કિંમત ચુકવવી પડશે. બેઠકમાં કેરળ, આસામ અને પ. બંગાળમાં ચૂંટણીમાં કારમી હાર બાદ હવે 23 જૂને યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસના નવા અધ્યક્ષનો નિર્ણય લેવાશે.
Author : Gujaratenews
20-Aug-2024