નવી દિલ્હીઃ દુનિયાભરમાં લોકો કૉન્ડમનો વપરાશ કેટલો કરી રહ્યાં છે, કેટલાક દેશો એવા છે જ્યાં કૉન્ડમનો લોકો ભરપુર ઉપયોગ કરી રહ્યાં છે, જ્યારે કેટલાક દેશોમાં હજુ પણ કૉન્ડમના વપરાશને લઇને સંકોચ અને શરમ અનુભવાય છે. ભારતમાં કૉન્ડમના વપરાશને લઇને એક ફર્સ્ટ કૉન્ડૉમોલૉજી રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ચોંકવનારા તથ્યો સામેલ છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં કૉન્ડમના વપરાશને લઇને મોટી અડચણ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં લગભગ અડધીથી વધુ વસ્તી 24 વર્ષથી નાની છે, જ્યારે 65 ટકા જેટલી વસ્તીની ઉંમર 35 વર્ષની છે, છતાં કૉન્ડમના વપરાશને લઇને યોગ્ય રીતે વસ્તુઓ નથી બની રહી. આટલા મોટા યુવા રાષ્ટ્ર માટે કૉન્ડમ વપરાશ એક મોટો પડકાર બની ગયો છે. આ ખુલાસો ભારતની પ્રથમ કૉન્ડૉમોલૉજી રિપોર્ટમાં થયો છે.
રિપોર્ટ પ્રમાણે, ભારતમાં કન્ઝ્યૂમર, કૉન્ડમ અને સાયકૉલૉજી આ ત્રણેય શબ્દ વચ્ચે મોટુ અંતર છે, કૉન્ડમ એલાયન્સ અનુસાર, કૉન્ડમ માર્કેટ અને બીજા સ્ટૉકહૉલ્ડરોની સાથે સાથે યુવાઓને ઇમ્પ્રૂવ કરવા માટે તેમનુ મૂલ્યાંકન કરવુ જોઇએ, કેમકે ભારત એક યુવા રાષ્ટ્ર છે, અને કૉન્ડમનો ઉપયોગ પણ વધારવો જોઇએ, જેનાથી યુવાઓ જીવન અને સુરક્ષામાં સુધારો કરી શકાય. આ ફર્સ્ટ કૉન્ડૉમોલૉજી રિપોર્ટ જણાવે છે કે, ભારતમાં અનપ્લાન્ડ પ્રેગનન્સી, અનસેફ અબોર્શન અને એસઆઇટીની વધતી સંખ્યા એ યુવાઓની વિકાસ અને મહત્વના લક્ષ્યોને હાંસલ કરવા માટે અવરોધરૂપ બની શકે છે.
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ 4 (NFHS 4)ના આંકડાનો હવાલો આપતા રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, ભારતમાં 20 અને 24ની વચ્ચેની ઉંમરના યુવા લોકો પોતાના પાર્ટનર સાથે યૌન સંબંધ દરમિયાન ગર્ભનિરોધક એટલે કે કૉન્ડમનો ઉપયોગ નથી કર્યો, જે ખરેખરમાં પ્રજનનની વૃદ્ધિ કરવામાં એક મહત્વનો ભાગ બની શકે છે, સાથે સાથે યુવાઓમાં પ્રજનન, સ્વાસ્થ્યને અને યૌન સ્વાસ્થ્ય પર મોટો ખતરો બની શકે છે.
ફર્સ્ટ કૉન્ડોમૉલૉજી રિપોર્ટમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ભારતમાં હજુ પણ કૉન્ડમનો ઉપયોગ ઓછો કેમ છે. રિપોર્ટ પ્રમાણે કહીએ તો ભારતમાં હજુ કૉન્ડમનો વપરાશ માત્ર 5.6 ટકા જ છે, આમ ઓછો વપરાશ હોવા પાછળ ભારતમાં સામાજિક સ્થિતિ અને સામાજિક નિર્ણય હજુ પણ અડચણરૂપ બને છે, અને યુવાઓ આ અવરોધોથી હજુપણ બહાર નથી નીકળી શકતા. રિપોર્ટનુ માનીએ તો ભારત જેવા યુવા દેશમાં હજુ કૉન્ડમના ઓછા વપરાશ પાછળ સામાજિક રીતિ-રિવાજો અને સ્થિતિ કારણભૂત છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024