યુગાન્ડાના હાઇ કમિશનર ગુજરાતના સીએમને મળ્યા, મોટા પાયે રોકાણની તકો ખુલી

06-Jul-2021

vijay rupaniએ યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશનર Ms. Grace Akello એ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી હતી. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં મેન્યુફેક્ચરિંગ હબ તેમજ દેશના એમ.એસ.એમ.ઇ. સેક્ટરમાં જે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે તેની સફળતાથી તેઓ પ્રભાવિત થયા હતા. ગુજરાત સાથે એમ.એસ.એમ.ઇ. સેક્ટરની સહભાગિતા અને યુગાન્ડામાં એમ.એસ.એમ.ઇ. સેક્ટરમાં રહેલી તકો વિશે ચર્ચા પરામર્શ કર્યા હતા. ગુજરાતમાં એમ.એસ.એમ.ઇ. માટે પહેલાં પ્રોડક્શન પછી પરમિશનનો જે નવિન અભિગમ અપનાવ્યો છે તેના વિશે તેમજ એમ.એસ.એમ.ઇ. સેક્ટર દ્વારા મોટાપાયે રોજગારીની તકોની પણ વિશદ ભૂમિકા મુલાકાત બેઠક દરમ્યાન આપી હતી.

 

Author : Gujaratenews