મુખ્યમંત્રી આજે સુરતને ૧,૨૮૦ કરોડના વિકાસ કામોની ભેટ આપશે

10-Jul-2021

સુરતમાં તાપી નદી ઉપર વધુ એક ઉમરા-પાલ વચ્ચે ૧૪મા બ્રિજનું મુખ્યમંત્રી રૂપાણી લોકાર્પણ કરશે

સુરત, તા.૧૧ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પાલ અને ઉમરાગામને જોડતા તાપી બ્રીજનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે ૩૦૭.૪૦ કરોડના ખર્ચે સાકાર કરવામાં આવેલા મનપાના ૪૩૧૧ આવાસ, સુડા તેમજ ૧૨૭૦ લોકાર્પણ મનપાના પ્રકલ્પોનું ખાતમુહુર્ત મુખ્યમંત્રીના હસ્તે કરાશે. પાલ-ઉમરા બ્રીજનું લોકાપણ સ્થળ પરથી કરવામાં આવનાર છે. જયારે અન્ય પ્રકલ્પોનું અનાવર, ભુમિપુજન પાલ ખાતે આવેલા સંજીવ કુમાર ઓડીટોરીયમ ખાતેથી કરવામાં આવશે.

ટ્રાફીકનું ભારણ હળવુ કરવા માટે બીઆરટીએસ ફેઝ-૨ અંતર્ગત ૯૦ કરોડ રૂપિયાના ખર્ચે પાલ અને ઉમરાગામને જોડતો બ્રીજ બનાવવાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું હતું. કેટલા કારણોસર બ્રીજની કામગીરી વિંબલમાં પડી હતી. બ્રીજનું કામ પુર્ણ થઇ જતા રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે બ્રીજનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે. બ્રીજ ખુલ્લો મુકાતા પાલ-અડાજણ વિસ્તારમાં રહેતા ૧૦ લાખથી વધુ લોકોને ટ્રાફીકની સમસ્યામાંથી છુટકારો મળી રહશે.

સરકારની માં અમૃત યોજના અંતર્ગત ૪૧૯ કરોડના ખર્ચે કતારગામ, રાંદેર અને જહાગીરાબાદ વિસ્તારમાં આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું છે. આ સાથે સ્માર્ટસીટી મિશન અંતર્ગત લિંબાયત ઝોન ડિડોલી ખાતે રૂપિયા ૨૫૬.૩૧ કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીકરણ કરવામાં આવ્યું છે. ઉકત ત્રણેય સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ કરવામાં આવશે. લિંબાયત ઝોન ખાતે બનાવવામાં આવેલા એસટીપીના માધ્યમથી પાંડેસરાના ઔદ્યોગિક એકમોને રોજ ૪૦ એમ.એલ. ડી ઈન્ડસ્ટ્રીયલ ગ્રેડ પાણી પુરૂ પાડવામાં આવનાર છે. તાપી નદી શુધ્ધિકરણ અંતર્ગત વિયર-કમ-કોઝવેથી હેઠવાસમાં તાપી નદી ડાબા કાંઠા સ્થિત કોતર નં.૭ તથા કોતર નં.૯ ના આઉટલેટસ સિંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કેચમેન્ટ હેઠળ કુલ ૧૯૮૪ હેકટર વિસ્તાર આવરી લેવામાં આવ્યા છે. આ સુવિધા અંતર્ગત વર્ષ ૨૦૩૪ સુધી અંદાજિત ૧૩.૫૦ લાખ વસ્તી તેમજ વર્ષ ૨૦૪૮ સુધી અંદાજિત ૧૫.૮૧ લાખ વસ્તી આવરી લેવામાં આવશે.

ઘર વિહોણા લોકોનું સપનું સાકાર કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઉત્રાણ પાવર સ્ટેશનની સામે, મોટા વરાછા ખાતે EWS-II પ્રકારના તમામ આંતરિક સુવિધાઓ સાથેના પ૦ આવાસો, સુમન આસ્થા એસ્સાર પેટ્રોલ પંપની બાજુમાં, ભીમરાડ ખાતે EWS-II ૩૦૪ આવાસો, સુમન સંજીવની, મહિલા આઈટીઆઈની બાજુમાં, ભીમરાડ ખાતે EWS-II પ્રકારના ૩૬૦ આવાસો, સુમન ભાર્ગવ, ભગવાન મહાવીર કોલેજની બાજુમાં, ભરથાણા-વેસુ ખાતે EWS-II પ્રકારના ૧૧૪૮ આવાસો, કતારગામમાં સુમન સારથી, રવજી ફાર્મની બાજુમાં, સિદ્ધિવિનાયક સોસાયટીની બાજુમાં, વેડરોડ ખાતે EWS-II પ્રકારના ૨૦૩ આવાસો તેમજ વરીયાવમાં સુમન સાધના, શીતલ રેસિડેન્સી પાસે ૫૧૮ આવાસોનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રવિવારે મનપા અને સુડાના રૂ.૧૨૦૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહુર્ત લોકાર્પણ કરશે. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરત શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં રૂ.૩૦૭.૪૦ કરોડના ૪૩૧૧ આવાસોનું ખર્ચે સાકારિત લોકાર્પણ ઉપરાંત મનપા દ્વારા નિર્મિત રૂ.૧૨૯.૭૬ કરોડના ૧૮૬૫ આવાસો અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા) દ્વારા રૂા.૬૭.૬૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ૧૬૮૯ આવાસોના ડ્રો ક૨શે. સાથોસાથ રૂ.૯૦ કરોડના ખર્ચે તાપી નદી પર ઉમરા-પાલને જોડતા નવનિર્મિત બ્રિજને ખુલ્લો મૂકાશે.

 

મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત પ્રવાસ

 

કાર્યક્રમ

 

મુખ્યમંત્રી વિજય રૂપાણી તા.૧૧મી જુલાઈએ બપોરે ૨.૦૦ વાગ્યે ખજોદ સ્થિત ડાયમંડ બુર્સની મુલાકાત લેશે. ત્યારબાદ ૨.૪૫ વાગ્યે સંજીવકુમાર ઓડીટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસકામોના ખાતમુહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમ બાદ નવનિર્મિત પાલ-ઉમરા બ્રિજનું લોકાર્પણ કરશે. સાંજે ૪.૦૦ વાગ્યે વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં પૂર્વ કેબિનેટ મંત્રી નરોત્તમ પટેલ લિખિત પુસ્તક 'અંતરના ઝરૂખેથી'નું વિમોચન કરશે. કાર્યક્રમ પૂર્ણ થયે સુરત એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થશે.

Author : Gujaratenews