વરાછાના બે મંદિરોમાં ચોરી કરનાર ચોરોએ ભગવાન વિશે પોલીસને એવું કહ્યું કે હોશ ઉડી ગયા

28-Jun-2021

પ્રતિકાત્મક તસવીર

સુરત: ચોર પણ હવે ચોરી કરીને પોતે નીતિવાન હોય તે રીતે ચોરી કરવા લાગ્યા છે. સુરતના વરાછામાં બે મંદિરોમાં એક અઠવાડિયામાં 1.96 લાખની ચોરી કરનાર બે ચોરને પોલીસે પકડી પાડી પુછપરછ કરતા પોલીસના હોશકોશ ઉડી ગયા હતા.

ભગવાનને ચોરોએ કહ્યું કે, અમારી પાસે પૈસા નથી તમને તો લોકો આપી જશે, અમે ક્યાથી લાવીશું, આ ડાયલોગ છે સુરતના વરાછામાં મંદિરમાં ચોરી કરનારા ચોરના. કોઇ ચોર ચોરીને કરીને ભગવાન પાસે માફી માગી લે તે પણ નવાઇની વાત છે. કાપોદ્રામાં હીરાબાગ પાસે વલ્લભાચાર્ય રોડ પર મેલડી માતાના મંદિર અને બરોડા પ્રિસ્ટેજ પાસે સોમેશ્વર મહાદેવ મંદિરમાંથી લાખોના ઘરેણાં ચોરનાર બે અને ઘરેણા ખરીદનાર મળી કુલ ત્રણને પોલીસે પકડી પાડ્યા છે. જેમાં એક આરોપી હર્ષદ કુંભાર (રહે.વરાછા ફૂટપાથ પર, મૂળ મહેસાણા) અને બીજો નીતેશ ચૌધરી (રહે. ફૂટપાથ, મૂળ.બિહાર) જ્યારે ઘરેણા ખરીદનાર રાણીતળાવના મો. ઝુબેર હાજી ઝવેરીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી તમામ 1.96 લાખના ઘરેણા કબજે કર્યા છે.

Author : Gujaratenews