સરકારે આ વાહનો બદલવાનો નિર્ણય કર્યો, ૪૦ વર્ષ જૂના વાહનો સેનામાંથી દૂર કરી લવાશે નવા વાહનો

25-Jun-2021

સરહદ પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય સેનાએ પૂર્વી લદ્દાખ સહિત વિવિધ સરહદો પર તૈનાત 40 વર્ષ જુના લડાકુ વાહનો બદલીને નવા વાહનો લાવવાનો નિર્ણય લીધો છે. આ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ આ પ્રક્રિયામાં બે-ત્રણ વર્ષથી વધુનો સમય લાગશે. આ બુલેટ પ્રૂફ વાહનો છે જેમાં શસ્ત્રો પણ ફીટ હોય છે. તેમજ યુદ્ધ ક્ષેત્રમાં સૈનિકોની હિલચાલ, વળતો હુમલો વગેરે માટે તેને અત્યંત સલામત માનવામાં આવે છે.

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર આ વાહનોનું નિર્માણ દેશમાં જ કરવામાં આવશે. આ માટે સેનાએ નિર્માતાઓ પાસેથી પ્રસ્તાવ મંગાવ્યા છે. સ્થાનિક ઉત્પાદકોને છૂટ આપવામાં આવી છે કે તેઓ આના ઉત્પાદન માટે વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી પણ કરી શકે છે.

Author : Gujaratenews