ઉમરા વિસ્તારની પટવા કોલોનીમાં રહેતા અને મહિધરપુરા પીપળા શેરીમાં ઓફિસ ધરાવતા હીરા વેપારી નરેશભાઈ શાહની સાથે 1.09 કરોડની છેતરપીંડી કરનાર ત્રણ ગઠીયાઓ વિરુધ્ધ મહીધરપુરા પોલિસમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
બનાવની જાણવા મળાતી વિગત અનુસાર હીરા વેપારી નરેશભાઈ શાહના ઓળખીતાના સંપર્કમાં રહેલા વેપારી અખીલ ભાઈ પાસે 29 ડિસેમ્બરના રોજ ત્રણ ગઠીયાઓ વેપારીનો સ્વાંગ રચી હીરા ખરીદવા આવ્યા હતા.
તેઓએ કેશ પેમેન્ટથી ચોક્કસ ક્વોલિટીના હીરા ખરીદવાની અખીલભાઈને ઇચ્છા દર્શાવી હતી. તેઓએ હીરાની ખરીદી કરતા પહેલા હીરા જોવા મંગાવ્યા હતા. જેથી અખીલભાઈએ હીરા વેપારી નરેશભાઈ શાહ સાથે વર્ષોથી વ્યવસાય કરતા હીરા દલાલ જીગ્નેશભાઈને આ અંગે વાત કરી હતી.
નરેશભાઈ તે સમયે મુંબઈ હતા.તેથી નરેશભાઈએ હીરાદલાલ જીગ્નેશને તેમની ઓફિસ થી કર્મચારી પાસે 1.09 કરોડના હીરા લઈ લેવા કહ્યું હતું. જીગ્નેશ અને અન્ય એક વેપારીએ ત્યાંથી હીરા લઈ અખીલને આપી દીધા હતા. અખિલે તેમના ત્યાં આવેલા 3 વેપારીને હીરા બતાવ્યા હતા.પરંતુ તેઓએ અખિલની નજર ચૂકવી ઓરિજિનલ હીરાનું પેકેટમા સ્થાને નકલી હીરાનું પેકેટ મુકી દીધું હતું.
હીરાનું પેકેટ બદલી આરોપીઓ એડવાન્સ પેટે 1 લાખ આપી ગયા હતા. અને બાકીનું પેમેન્ટ હીરા લેવા આવીશ ત્યારે આપીશે તેમ રવાના થઈ ગ્યા હતા.પરંતુ 2-3 દિવસ બાદ પણ તેઓ હીરા લેવા આવ્યા ન હતા.જેથી આરોપીઓનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવતા તેમના ફોન બંધ આવતા શંકા ગઈ હતી.
પરિણામે પેકેટ ચેક કરતા તેમાં નકલી હીરા નીકળ્યા હતા.CCTV ફૂટેજ ચેક કરતા આરોપીઓ પેકેટ બદલતા નજરે ચડ્યા હતાં નરેશભાઈએ અન્ય વેપારીઓની મદદથી આ અજાણ્યાઓ અંગે તપાસ કરતા ત્રણેય શખ્સોની ઓળખ થઈ હતી. તેમના નામ રમેશ થડેશ્વર (મુંબઈ), નરસીંહ કોરડિયા (રહે. મોહનદીપ સોસા., કતારગામ) અને લોકેશ સાવલિયા હોવા નું જાણવા મળ્યું હતું.જેથી નરેશભાઈએ ત્રણેય વિરુદ્ધ મહિધરપુરા પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025