ચક દે ઇન્ડિયાઃ મહિલા હોકી ટીમ પ્રથમ વખત સેમિફાઈનલમાંં, હવે આર્જેન્ટિના સામે મુકાબલો

03-Aug-2021

તસવીર : ઓલમ્પિકમાં ગયેલી ભારતની hockey team.

ભારતની મહિલા હોકી ટીમ તેના ઓલિમ્પિક ઈતિહાસમાં પ્રથમ વખત સેમિ ફાઈલનમાં પ્રવેશી છે. આજે હોકી વિશ્વનો મેજર અપસેટ સર્જતા ઓસ્ટ્રેલિયાને ૧-૦ ગોલથી હરાવ્યું હતું. ભારતે મેચમાં એક જ પેનલ્ટી કોર્નર મળ્યો હતો. જે તેઓએ ગોલમાં પરિવર્તિત કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના આઠ પેનલ્ટી કોર્નરને ભારતે નિષ્ફળ બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા ૧૯૮૮, ૧૯૯૬ અને ૨૦૦૦માં એમ ત્રણ વખત ઓલિમ્પિક ચેમ્પિયન બની ચૂક્યું છે. જ્યારે ૧૯૯૪ અને ૧૯૯૮માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. આ ઉપરાંત ચાર વખત કોમનવેલ્થ ગેમ્સમાં ચેમ્પિયન બની ચૂક્યું છે. નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ગ્રેટ બ્રિટન મહિલા હોકીમાં પાવરહાઉસ મનાય છે. ભારતે ગ્રેટ બ્રિટનને ૩-૧થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ નિશ્ચિત કર્યો હતો. જ્યારે ક્વાર્ટર ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હોઈ ભારત સેમિફાઈનલમાં આર્જેન્ટિનાની સામે બુલંદ હોસલા સાથે ઉતરશે. ભારત વિશ્વમાં નવમું ક્રમાંકિત છે. જ્યારે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ નંબર બે છે. ભારતની ગુર્જિત કો૨ે ૨૨મી મિનિટમાં પેનલ્ટી કોર્નરને ગોલમાં રૂપાંતરિત કર્યો હતો જે મેચમાં નોંધાયેલ ગોલથી હરાવ્યું હતું. ભારતે મેચમાં એ ગોલમાં પરિવર્તિત કર્યો હતો જ્યારે ઓ નિષ્ફળ બનાવ્યા હતા. એકમાત્ર ગોલ હતો. ઓસ્ટ્રેલિયા આ ઓલિમ્પિકમાં એક પણ મેચ હાર્યા વગર ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

Author : Gujaratenews