CBSE 12th Result 2021: ધોરણ 12નું પરિણામ જાહેર, 99.37% વિદ્યાર્થીઓ થયા પાસ, આ રીતે કરો ચેક

30-Jul-2021

CBSE 12th Result 2021: ધોરણ 12નું પરિણામ જાહેર, 99.37% વિદ્યાર્થીઓ થયા પાસ, આ રીતે કરો ચેક

 

Share

નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 (CBSE Class 12th Result) નું રિઝલ્ટ આજે બપોરે 2 વાગે જાહેર કરવામાં આવ્યું. રિઝલ્ટની લિંક સીબીએસઈની અધિકૃત વેબસાઈટ એક્ટિવ કરી દેવાઈ છે. આ વર્ષે 12માં ધોરણમાં 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. CBSE બોર્ડમાં આવ ખતે વિદ્યાર્થીઓના પાસ થવાની ટકાવારી 99.67 ટકા અને વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી 99.13 ટકા રહી. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સીબીએસઈ બોર્ડની અધિકૃત વેબસાઈટ cbseresults.nic.in કે cbse.gov.in પર ચેક કરી શકશે. 

 

99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓ બાજી મારી

સીબીએસઈમાં આ વર્ષે 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા હતા. આ વખતે 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. CBSE બોર્ડમાં આવ ખતે વિદ્યાર્થીઓના પાસ થવાની ટકાવારી 99.67 ટકા અને વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી 99.13 ટકા રહી. એટલે કે છોકરીઓની પાસ થવાની ટકાવારી 0.54 ટકા વધુ છે. 

 

65184 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું નથી

65184 થી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થયું નથી. અત્રે જણાવવાનું કે અનેક શાળાઓ કાં તો ખોટો ડેટા આપે છે અથવા તો સમયપર ડેટા જમા કરાવતા નથી. આ કારણસર અનેક વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું નથી. આ વિદ્યાર્થીઓનું પરિણામ 5 ઓગસ્ટના રોજ જાહેર કરાશે. જ્યારે 0.47 ટકા વિદ્યાર્થીઓએ કમ્પાર્ટમેન્ટલ પરીક્ષા આપવી પડશે. 6149 વિદ્યાર્થીઓએ કમ્પાર્ટમેન્ટલ પરીક્ષા આપવી પડશે. જેનું આયોજન સપ્ટેમ્બરમાં થશે.

Author : Gujaratenews