સુબોધ કુમાર જયસ્વાલ CBIના નવા વડા નિયુક્ત, બે વર્ષનો કાર્યકાળ

25-May-2021

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI) ના નવા વડા તરીકે મહારાષ્ટ્ર કેડરના ૧૯૮૫ બેચના IPS સુબોધ કુમાર જયસ્વાલની નિમણુંક કરવામાં આવી છે. તેઓ હાલ CISFના વડા છે.

PM આવાસ ખાતે ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠક 90 મિનિટ સુધી ચાલી હતી. જેમાં અધીર રંજન ચૌધરી અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પણ જોડાયા હતા. આ બેઠકમાં 3 સંભિવત નામો અંગે ચર્ચા કરવામાં આવ્યા બાદ ડીજી સુબોધ કુમાર જયસ્વાલની CBI ડિરેક્ટર તરીકે નિયુક્તી કરાઈ હતી.હાલ 1988 બેંચના ગુજરાત કેડરના IPS અધિકારી પ્રવિણ સિન્હા સીબીઆઈના કાર્યવાહક પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા હતા. સીબીઆઈના ડેપ્યુટી ચીફ રાકેશ અસ્થાના સાથેના વિવાદ બાદ સીબીઆઈના નિર્દેશક આલોક વર્માને હટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઋુષિ કુમાર શુક્લાને ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. જેમનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં પૂર્ણ થયો છે. 

1985ની બેચના IPS ઓફિસર અને CISFના ડીજી સુબોધ કુમાર જયસ્વાલની CBI ડિરેક્ટર તરીકે નિયુક્તી કરાઈ છે. તેમનો કાર્યકાળ આગામી 2 વર્ષ સુધી રહેશે. સુબોધ કુમાર જયસ્વાલ 1985 બૅચના IPS અધિકારી છે અને CISFના DG પદે હતા. આ અગાઉ તેઓ મહારાષ્ટ્રના DGP તેમ જ મુંબઈ શહેરના પોલીસ કમિશ્નર પણ રહી ચૂક્યાં છે. જયસ્વાલે દેશની ઈન્ટેલીજન્સ એજન્સી RAW સાથે નવ વર્ષ સુધી કામ કર્યુ છે જેમાં તેમણે ત્રણ વર્ષ એડિશનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી હતી.

Author : Gujaratenews