BHAVNAGAR : ભાવનગરમાં સાત વર્ષથી ધૂળ ખાતી કેન્સર હોસ્પિટલની બિલ્ડીંગનું સીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. તંત્રની ગોકળગાયની રીતથી કામ કરવાની નીતિને કારણે આ કામમાં બહુ મોડું થયું હતું. ભાવનગરમાં સર.ટી હોસ્પિટલ ખાતે કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું, સાથે જ મહાનગર પાલિકાના વિકાસના કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેર ખાતે આવેલ સર.ટી હોસ્પિટલમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ડેપ્યુટી સી.એમ નીતિનભાઈ પટેલ સહિતના ભાવનગર જિલ્લાના ભાજપ નેતાઓ અને પદાધિકારીઓ તેમજ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ, સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.ભાવનગરમાં કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ થયું છે.
ગુજરાતમાં કેન્સરના દર્દીઓ વધતા જાય છે એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તમાકુ ખાવાને કારણે પુરુષોમાં મોંઢાનું કેન્સર અને બહેનોમાં બ્રેસ્ટના કેન્સરની ઘણી ફરિયાદ આવી છે. ત્યારે રાજકોટ, ભાવનગર અને જામનગર ત્રણેય જગ્યાએ કેન્સર નાબૂદ કરવાની થેરાપીના સાધનો એક-એક સાધનો 25 થી 30 કરોડનું આવતું હોય છે, જયારે પ્રાઈવેટમાં મોટો ખર્ચો થાય છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા મફત ગરીબોને સારવાર મળી રહે તે માટે આ ત્રણેય જગ્યાએ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું છે. આજે ભાવનગરમાં કેન્સર હોસ્પિટલનો પ્રારંભ થયો છે, કોરોનામાં વધુ લોકો વેકસીન લે તેવી અપીલ મુખ્યમંત્રીએ કરી હતી, આજે સાંજ સુધીમાં ગુજરાતમાં 3 કરોડ ડોઝ પુરા થશે. ગુજરાતમાં વેક્સિનના બંને ડોઝનું 50 ટકાને રસી અપાઈ ચુકી છે.વેક્સિન બાબતે અંધશ્રદ્ધામાં કોઈએ રહેવું ન જોઈએ, અવશ્ય રસી મુકાવવી જોઈએ, ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં જાગૃતા આવે તે માટે સરકાર પૂરતો પ્રયાસ કરશે, કૉંગ્રેસ સતત મોંઘવારીનો વિરોધ કરી રહી છે તે બાબતે પૂછતાં જણાવ્યું હતું કે કૉંગ્રેસના રાજમાં રોટી અને દાળ તેમજ પેટ્રોલના ભાવ વધ્યા હતા માટે કૉંગ્રેસએ વિરોધ કરવોનો કોઈ અધિકાર જ નથી.કોરોના મહામારીની ત્રીજી લહેરની વાતને લઈને મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકાર સંપૂર્ણપણે વ્યવસ્થા કરી લીધી છે, તેમજ કોરોનામાં ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.25 લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. અને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને વિજયભાઈ રૂપાણી દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.ભાવનગરમાં કેન્સર હોસ્પિટલને ઝડપી શરૂ કરવા વિભાવરીબેન દવેનો પ્રયાસ કર્યો હતો, કારણે કે વિભાવરીબેન દવેના પતિ કેન્સરના કારણે મૃત્યુ પામ્યા હતા. તેના કારણે બીજા કોઈ ઘરના સભ્યોના મોત ન થાય તે હેતુથી વિભાવરીબેન દવે એ ભાવનગરમાં ઝડપી કેન્સર હોસ્પિટલ બને તેવા પ્રયાસો કર્યા હતા.આજે 32 કરોડના ખર્ચે બનેલ કેન્સર હોસ્પિટલ સાથે મહાનગરપાલિકાના વિકાસ કામો મળીને કુલ 70 કરોડના કામોના લોકાર્પણ મુખ્યમંત્રીના હાથે કરવામાં આવ્યા હતા.
20-Aug-2024