સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકિયા ટોકિયો ઓલિમ્પિકમાં મેડલ વિજેતા ભારતીય મહિલા હોકી ખેલાડીઓને ૧૧ લાખની મદદ કરશે
04-Aug-2021
સુરત: ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ ગોલ્ડ, સિલ્વર અથવા બ્રોન્ઝ કોઈપણ મેડલ જીતશે તો સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકિયા તેમને ઘર અથવા કાર લેવા માટે મદદ ક૨શે. હરેકૃષ્ણ ડાયમંડના ચેરમેન સવજી ધોળકિયાએ ટ્વિટ કરીને આ માહિતી શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતીય મહિલા હોકી ટીમના ખેલાડી પૈકી જેમની પાસે ઘર નથી તેમને ઘર લેવા માટે ૧૧ લાખ અને જેમની પાસે કાર નથી તેમને કાર લેવા માટે પાંચ લાખ રૂપિયા સહાય કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા પછી પોતાના ઘરમાં નીચે જમવા બેઠા હોય તેવી તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. આ તસવીર સવજી ધોળકિયાના ધ્યાનમાં આવતાં તેમને ઈન્ડિયન મહિલા હોકી ટીમને મદદ કરવા માટેની પ્રેરણા મળી હતી. આ અંગે સવજી ધોળકિયાએ જણાવ્યું હતું કે, ભારતના ખેલાડીઓ હજી અનેક અસુવિધામાં રહે છે, આપણે તેમને મદદ કરવી જોઈએ. અમુક ખેલાડીઓ પાસે ઘરનું ઘર નથી. તો ઈન્ડિયન મહિલા હોકી ટીમને પ્રોત્સાહન આપવા માટે અમે નિર્ણય લીધો છે. ખાસ કરીને ભારતની મહિલા હોકી ટીમએ સારું પ્રદર્શન કર્યુ છે. અમે તેમને પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ.
ઉલ્લેખનિય છે કે, ‘કર્મચારીઓને કાર આપવાની હોય કે, પછી શહેરમાં દાન આપવાનું હોય સવજી ધોળકિયા આગળ હોય છે. ત્યારે સવજી ધોળકિયાની ભારતીય હોકી મહિલા ટીમને મદદ કરવાની ટ્વીટથી ફરી ચર્ચામાં આવ્યા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024