ટોક્યો ઓલિમ્પિકમાં આજનો દિવસ ભારતીય રમત ઇતિહાસનો સ્વર્ણિમ દિવસમાંથી એક થઇ શકે છે. આજેે બુધવારે ભારતીય મહિલા હૉકી ટીમ ફાઇનલમાં જગ્યા મેળવવા માટે ઉતરશે. તેમનો સામનો અર્જેન્ટીના સામે છે. મહિલા બૉક્સર લવલીના બોરગોહેન પણ ફાઇનલમાં જગ્યા મેળવવા રમશે. તે પોતાનુ કાંસ્ય પદક પાકકુ કરી ચૂક્યા છે. કુશ્તી મુકાબલામાં ભારતના ત્રણ પહેલવાન રવિ દહિયા,દીપક પુનિયા અને અંશુ મલિક દાવેદારી કરશે.
નીરજ દેશના પહેલા એવા એથ્લીટ છે જેમણે જેવલીન થ્રોના ફાઇનલમાં જગ્યા મેળવી છે. સાથે જે ઓલિમ્પિકના એથ્લેટિક્સ ઇવેન્ટના ફાઇનલમાં જગ્યા મેળવનારા 12માંએથ્લીટ છે.
Author : Gujaratenews
20-Aug-2024