સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના લાભાર્થે ૮મીએ સુરતના કતારગામ વિસ્તારમાં સવાણીના પરિવાર દ્વારા આયોજીત મહા રક્તદાન કેમ્પ, ૧૦૦૦ યુનિટ બ્લડ એકત્ર કરવા યુવાનોનો સંકલ્પ

03-Aug-2021

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી ના લાભાર્થે મહા રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી શ્રી નિદોષાનંદજીની કૃપા અને પ્રેરણાથી માનવસેવા હોસ્પિટલમાં તદ્ન વિનામુલ્યે દર્દીનારાયણની સારવાર સેવાયજ્ઞ ચાલી રહયો છે. 'માનવ સેવા એજ પ્રભુ સેવા'ના સુત્ર સાથે કોઈપણ જ્ઞાતિ-જાતિ, ધર્મના ભેદભાવ વગર છેલ્લા ૧૧ વર્ષથી લાખો દર્દીનારાયણ સારવાર લઈ સ્વસ્થ થયા છે. આ હોસ્પિટલના લાભાર્થે મહા રક્તદાન કેમ્પનું આયોજન તારીખ : ૦૮/૦૮/૨૦૨૧, રવિવાર સમય : સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ તથા દરેક રક્તદાતાઓને આકર્ષક સ્મૃતિ ભેટ સ્વરૂપે આપીને ધર્મનંદન હોલ, ચોથો માળ, સમસ્ત પાટીદાર સમાજની વાડી, કતારગામ ખાતે કરવામાં આવેલ છે.

રક્તદાન એ મહાન દાન છે તથા જીવનદાન છે. આપણા દ્વારા કરવામાં આવેલ રક્તદાન એ કેટલાય લોકોનું જીવન બચાવી શકે છે. જયારે આપણું સ્વજન રક્ત માટે જીંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહયું હોય ત્યારે જ આપણને રક્તદાનની ખરી ખબર પડે છે. માટે આવો સાથે મળી રક્તદાન કરવા અપીલ કરાઈ છે. આ માનવસેવાના કાર્યમાં સેવાનાં ભેખધારી સ્વ. રસિકભાઈ દેવજીભાઈ સવાણીના સ્મરણાર્થે સ્વ. જીવાભાઈ પ્રગજીભાઈ સવાણી પરિવાર દ્વારા આ કેમ્પનું સૌજન્ય આપેલ છે.

 

: બ્લડ ડોનેશન રજીસ્ટ્રેશન સંપર્ક :

+91 98794 50898

+91 98271 40686

+91 98257 07552

+91 98251 25263

+91 90334 03802

+91 96648 73182

સમગ્ર ગુજરાતની એક માત્ર હોસ્પિટલ જે 2011થી અવિરત તમામ વર્ગના લોકોને નિઃશુલ્ક (બિલબુક વગરની) આરોગ્ય સેવા આપતી સંસ્થા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ (SSNMH)(ટીંબી, તા: ઉમરાળા, જિ: ભાવનગર) ના લાભાર્થે બ્લડ શિબિરમાં રજીસ્ટ્રેશન માટે નીચેની લિંક પર કિલ્ક કરો

 

આ ન્યૂઝને facebook, whatsapp, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ તમામ પ્લેટફોર્મ પર વધુમાં વધુ શેર કરો જેથી કરીને કોઈને જીવનદાન મળી શકે.....

Author : Gujaratenews