વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સાત વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થયાના શુભ પ્રસંગે ડો.પ્રફુલભાઈ શિરોયાએ ૧૭૪મી વખત બ્લડ ડોનેશન કર્યું

31-May-2021

સુરત : કોરોના મહામારીને લઈને રક્તની તાતી જરૂરત હેવાને લીધે લોદ્રષ્ટિ ચક્ષુબેન્કરેડ ક્રોસ બ્લડ બેંક સક્ષમ સુરતના સહયોગથી પીએમ નરેન્દ્રભાઈ મોદીના સાત વર્ષના કાર્યકાળ પૂર્ણ થયાના શુભ પ્રસંગે કરંજ વિધાનસભા વોર્ડનંબર ૧૪માં ગાયત્રી હોસ્પિટલરંગઅવધૂત સોસાયટી માતાવાડી, સુરત ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને આ શિબિરમાં સક્ષમ પશ્ચિમ ભારતના કાર્યવાહક અને રેડબ્રેસ બ્લડબેન્કના અધ્યક્ષ અને હોમગાર્ડઝ કમાન્ડન્ટ ડૉ. પ્રફુલ્લ શિરોયાએ પોતે ૧૭૪ વખત પોતાનું અમૂલ્ય રક્તનું દાન કરીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું. આ શિબિરમાં ૬૩ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. જે રેડક્રોસ બ્લડ બેંકને અર્પણ કરવામાં આવ્યુ હતું. આ રક્તદાન શિબિર દરમિયાન સરકારની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવેલું હતું.

આ શિબિરમાં ર્હોમગાર્ડઝ કમાન્ડન્ટ એવા ડો.પ્રફુલભાઇ શિરોયા (પ્રમુખડિયન રેડક્રોસ સોસાયટી લોકદ્રષ્ટિ ચક્ષુબેન્ક સક્ષમ – CAMBA (કોર્નીયલ અંધત્વ મુક્ત ભારત અભિયાન પશ્ચિમભારતના કાર્યવાહક) એ કોરોનાની મહામારીમાં રક્તદાન વિશે જણાવ્યુ હતું કે ૧૮ વર્ષની ઉપરની અને ૫૫ વર્ષથી નીચેના કોઈપણ વ્યક્તિઓ કે જેમનું સ્વાસ્થ્ય સારું હોય એવા યુવાનોએ રક્તદાન કરવું જોઈએ.

 

આ શિબિરમાં પૂર્વ ધારાસભ્ય અને અત્યારે ઉપાધ્યક્ષ જનક્ભાઈ બગદાણા વાળા તેમજ લોક લાડીલા ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારી તેમજ પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા તેમજ કોર્પોરેટર તેમજ પૂર્વ કોર્પોરેટર તેમજ સંગઠન પ્રમુખ તેમજ મહામંત્રી તેમજ યુવા મોરચા પ્રમુખ તેમજ ઊપ પ્રમુખ તેમજ મંત્રી તેમજ યુવા મોરચા પુરી ટીમ ઉપસ્થિત રહી અને આ માનવ સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ.આ કાર્યક્રમમાં ડૉ પ્રફુલભાઈ શિરોયા તેમજ તેમની ટીમ દ્વવારા બ્લડ ડોનેટ માટેની બધી સુંદર વ્યવસ્થા ગાયત્રી હોસ્પિટલમાં કરી આપવામાં આવી હતી. 

Author : Gujaratenews