આપ અધ્યક્ષના જન્મ દિવસે બ્લડ કેમ્પ, યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન

21-Jul-2021

SURAT: આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયાના જન્મદિવસ નિમિત્તે સુરત ખાતે રક્તદાન કેમ્પનું યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ એન્ડ ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ગોપાલભાઈ ઇટાલીયાના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કરીને માનવસેવાના કાર્યમાં સહભાગી થયા હતા,

સાથે સાથે ગોપાલભાઈ ઈટાળીયા ગુજરાતની જનતાની આશાઓ અને આકાંક્ષાઓ ઉપર ખરા ઉતરે અને નેતાઓ પ્રત્યે લોકોમાં ઊઠી ગયેલ વિશ્વાસને ફરી પુનઃસ્થાપિત કરે તેવી ભગવાનને પ્રાર્થના સાથે ગોપાલભાઈને અભિનંદન પાઠવ્યા હતા.

ગોપાલભાઈ ઇટાલીયા હાલ જનસંવેદના કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્રમાં છે ત્યારે સુરતમાં યુવાનોએ આ બ્લડ ડોનેશનનું બીડું ઝડપીને માનવ સેવાનું કાર્ય કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ આયોજન તેમના મિત્રો ડો. મુકેશ પડસાલા અને અંકિત બુટાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

Author : Gujaratenews