સુરતમાં ભાજપ કાર્યકરની ધરપકડના વિરોધમાં પાર્ટીના 10 કાર્યકરોએ રાજીનામાં ધર્યા

24-May-2021

સુરત : facebook પર ભાજપના નેતા વિરુદ્ધ પોસ્ટ કરનારા ભાજપના મીડિયા સેલના કામ કરતા  નિતેશ વાઘાણીની ધરપકડના વિરોધમાં ભાજપના 10 કાર્યકર્તાઓને રાજીનામા ધરી દેતા ભાજપમાં ભડકો થયો છે. જોકે હજુ સુધી રાજીનામાનો અસ્વીકાર કર્યા હોવાનું હાલ જાણવા મળ્યું છે. આ પાછળ પાર્ટીના કદાવર નેતાનો હાથ હોવાનું માનવામાં આવે છે. 

ચૂંટણી પછી પહેલીવાર  ભાજપ કાર્યકર્તાઓમાં છૂપો રોષ બહાર આવઆવ્યો છે. ફેસબુક ઉપર સંખ્યાબંધ ફેક આઈ.ડી દ્વારા શહેર ભાજપના નેતાઓ અંગે અભદ્ર ટીપ્પણી, ગાળો સહિતની ગંદી ભાષામાં પોસ્ટ લખનાર નીતેશ વાનાણીની ગત શનિવારના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમા વરાછા મિનીબજાર ખાતે ભાજપના કેટલાક કાર્યકરોએ એકઠા થઈને ભાજપની હાય હાય બોલાવી હતી. કેટલાક વોર્ડના પ્રમુખ મહામંત્રીઓએ રાજીનામાં ધરી દીધા હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. જોકે થોડી જ વારમાં કોઈકનો આવ્યા બાદ તમામ કાર્યકરો ૨વાના થઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં ભાજપના જ કાર્યકરો પોતાના માટે,અને પરિવાર માટે હોસ્પિટલમાં બે વેન્ટીલેટર, ઇન્જેક્શન માટે રઝળ્યા હતા, અને કોઈ નેતાઓએ તેઓના ફોન સુધ્ધા ઊંચક્યા ન હતા, ત્યારથી વરાછા વિસ્તારમાં કાર્યકરોમાં ભારેલો અગ્નિ છે, જે છાશવારે બહાર આવતો રહે છે. થોડા દિવસો પૂર્વે મેયર હેમાલી બોઘાવાલા સામે સુત્રોચ્ચાર, ત્યાર બાદ, સાંસદ પ્રભુ વસાવા સામે એક કાર્યકરે કોવીડ કેર સેન્ટરમાં ઉભરો ઠાલવ્યા બાદ, કાર્યકરો ફેસબુક ઉપર પણ ગમેતેમ લખાણો મૂકી રહ્યા છે. જેમાં નીતેશ વાનાણીએ સભ્ય ભાષાની તમામ હદ વટાવીને ગાળો, અભદ્ર ટીપ્પણીઓ સાથે ભાજપના કેટલાક નેતાઓ માટે લખાણો લખ્યા હતા. જેની સામે પોલીસ ફરિયાદ થતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આજે બપોરે વરાછાના કાર્યકરોના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ ફરતા થયા હતા, કે વરાછા મિનીબજાર ખાતે સાંજે ૪ કલાકે એકઠા થવાનું છે. જ્યાં એકઠા થયા બાદ, મીડિયાને બોલાવીને કાર્યકરોએ નીતેશ વાનાણીની ધરપકડના વિરોધમાં પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, અમારા વોર્ડ નં. ૨ (અમરોલી-મોટા વરાછા કઠોર), વોર્ડ નં. ૩ (વરાછા, સરથાણા, સીમાડા, લસકાણા), વોર્ડ નં. ૪ (કાપોદ્રા) અને વોર્ડ નં. ૫ (ફુલપાડા, અશ્વનીકુમાર)ના વોર્ડ પ્રમુખ મહામંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે.

નીતેશ વાનાણીના પિતરાઈ ધર્મેશ વાનાણીએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે મારો ભાઈ ભાજપનો સંનિષ્ઠ કાર્યકર છે. પાટીદાર અંદોલન સમયે પણ અમે ભાજપ સાથે જ રહ્યા. આજે મારા ભાઈ સાથે એવો વ્યવહાર થઇ રહ્યો છે, કે જાણે એણે કોઈ આતંકવાદી કૃત્ય કર્યું હોય. આજે કેટલાક વોર્ડના પ્રમુખ મહામંત્રીના રાજીનામાં પડ્યા છે, આગામી દિવસોમાં યુવા વોર્ડ પ્રમુખો, વોર્ડ મહિલા પ્રમુખો સહિતના કાર્યકરોના પણ રાજીમાંના પડશે. આમ શિસ્તબદ્ધ અને કેડર બેઇઝ ગણાતા ભાજપમાં કાયમ અંદરખાને રહેતો રોષ હવે જાહેરમાં દેખાતો થઇ ગયો છે.

ભાજપ નેતાઓ વિરૂદ્ધ સોશ્યલ મીડિયામાં વૈમન્સય ફેલાવવાની ઘટનામાં એક ઝડપાયો
ભાજપના નેતા અને કાર્યકરો તેમજ વિવિધ સમાજ વિશે વૈમનસ્ય ફેલાવવાના ઇરાદે સોશિયલ મિડીયા ઉપર અલગ- અલગ ફેક આઇ.ડી બનાવી ટીપ્પણી કરનાર વિરૂધ્ધ સુરત ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગઇકાલે ગુનો નોંધાયો હતો.પલસાણા-જોલવા ખાતે બાપા સીતારામ રેસીડેન્સીમાં રહેતા વિભા ગોવિંદભાઇ ચોસલા (ઉ.વ.૪૦) સમાજ સેવા કરવા ઉપરાંત પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કોરોના મહામારીમાં સેવાકીય પ્રવૃત્તિ કરનાર વિભા ચોસલાએ વિવાદીત પોસ્ટ મુકનારાઓની પોસ્ટ વાંચી હતી. મિડીયા યુઝર્સે ભાજપના કાર્યકરો અને નેતાઓ વિશે પણ ટીકા ટીપ્પણી કરી અયોગ્ય શબ્દો ઉચ્ચાર્યા હતા. દરમિયાન સમાજ સેવી વિભા
ચોસલાએ આ અંગે સુરત ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવતા પોલીસે હાંગીરપુરા વિસ્તારમાં રહેતા નિતેષકુમાર મનસુખ વાનાણી (ઉ.વ.૩૯)ની આજે ધ૨પકડ કરી કોર્ટમાં રજુ કર્યો હતો. નિતેષકુમાર તરફે એડવોકેટ ઝમીર શેખે હાજર રહ્યા હતા. પોલીસે ૧૨ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં એડવોકેટ ઝમીર શેખે અન્ય આરોપીને પકડવા માટે હાલના આરોપીના રિમાન્ડ જરૂરી નથી તેમજ પુછપરછ કરવા માટે એક બે દિવસના રિમાન્ડ હોવા જોઇએ તેવી દલીલ કરી હતી. કોર્ટે બંને પક્ષની દલીલો બાદ વિવાદીત પોસ્ટ કરનાર નિતેષ વાનાણીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

Author : Gujaratenews