નવી દિલ્હી: ભારતમાં થયેલા બેન્કિંગ કૌભાંડ કેસમાં સરકારી કાર્યવાહીની અસર જોવા મળી રહી છે. વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીની સંપત્તિ પર સરકારે ગાળિયો કસ્યો છે. અંદાજે ૯૩૭૧ કરોડ રૂપિયાની સંપત્તિ સરકારી બેંકોને ટ્રાન્સફર થઇ ગઇ છે. ઇડીના જણાવ્યા મુજબ, ભાગેડુ આરોપી વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીની ૯૩૭૧ કરોડ રૂપિયાની સંપત્તિ સરકારી બેંકોને ટ્રાન્સફર કરી દેવામાં આવી છે, જેથી કૌભાંડના કારણે થયેલા નુકસાનની ચુકવણી થઇ શકે.
ત્રણેય પાસેથી બેંકોને થયેલા નુકસાનના અંદાજે 80 ટકા જેટલી સંપત્તિ જપ્ત
ઇડીએ 18 હજાર 170 કરોડ એટલેકે ત્રણેય પાસેથી બેંકોને થયેલા નુકસાનના અંદાજે 80 ટકા જેટલી સંપત્તિ જપ્ત કરી છે. જે પૈકી વિદેશમાં 969 કરોડની સંપત્તિઓ પણ સામેલ છે. જપ્ત કરાયેલી સંપત્તિઓ પૈકી અનેક સંપત્તીઓ નકલી કંપનીઓ, ત્રીજા પક્ષો, સગાં-સંબંધીઓ તેમજ ટ્રસ્ટના નામે હતી. ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડિંગની તપાસ બાત પ્રોસીક્યુશન ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ ત્રણ ભાગેડુઓ ક્યાં છે?
નવી દિલ્હી: બંધ થયેલ કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યા બ્રિટનથી ભારત પ્રત્યાર્પણ માટે અદાલત કેસનો સામનો કરી રહ્યા છે, હાલમાં તે જામીન પર બહાર છે. વર્ષ 2019માં બ્રિટનના તત્કાલીન ગૃહ સચિવે પ્રત્યાર્પણની મંજૂરી આપી હતી. જ્યારે ED અને CBI મામલાની તપાસ કરી રહ્યા હતા, ત્યારે વિજય માલ્યા 2 માર્ચ 2016ના રોજ દેશ છોડીને ભાગી ગયો. તે બાદ બેન્કો આરોપી વિરુદ્ધ DRTમાં ગઈ. જાન્યુઆરી 2019માં વિજય માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યો હતો.
20-Aug-2024