BIG BREAKING / પોરબંદર-મહુવા વચ્ચેથી પસાર થઈ શકે છે ચક્રવાત, જાણો દરિયામાં ગુજરાતથી કેટલું દૂર છે વાવાઝોડું, ક્યાં પડશે ભારે વરસાદ

17-May-2021

ગુજરાત ઉપર વાવાઝોડાના સંકટને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સવારની લેટેસ્ટ અપડેટ અનુસાર હાલમાં ગુજરાતથી ૩૦૦ કિલોમીટર દૂર સમુદ્રમાં આ વાવાઝોડું છે અને તે સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. મુંબઈથી વાવાઝોડાનું અંતર હાલ થોડા કિલોમીટર છે અને પ્રતિ કલાકે અંદાજે ૧૯ કિલોમીટર જેટલી ઝડપથી વાવાઝોડું ગુજરાત બાજુ આગળ વધી રહ્યું છે. 

 

તૌકતે વાવાઝોડું હાલની સ્થિતિ મુજબ પોરબંદર અને મહુવા વચ્ચેથી પસાર થશે

 

હાલની જે પરિસ્થિતિ અને દિશા છે તે અનુસાર તૌકતે વાવાઝોડું પોરબંદર અને મહુવા વચ્ચેથી પસાર થશે. 17 મેએ મોડી સાંજે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે અને 18 મેએ વહેલી સવારે પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી વાવાઝોડું પસાર થઈ શકે છે. દિશા બદલાય તો વાવાઝોડું નલિયા તરફ પણ જઈ શકે છે. 

 

વધુ તાકાત સાથે અથડાશે વાવાઝોડું, આ જિલ્લાઓમાં પડશે ભારે વર્ષા 

 

નોંધનીય છે કે અરબી સમુદ્રમાં આ વાવાઝોડાએ પોતાની તાકાત વધારી છે અને સ્પીડમાં વધારી છે. વાવાઝોડું પોરબંદર અને નલિયા વચ્ચે ગુજરાતને ટકરાઇ શકે છે તથા જૂનાગઢ, ગીર સોમનાથ, સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ, જામનગર, દીવમાં પડી શકે છે ભારે વરસાદ. હવામાન વિભાગની આગાહી અનુસાર 18 મેના રોજ પોરબંદર અને નલિયા વચ્ચે પહોંચી શકે છે. 

Author : Gujaratenews