સુરતીઓ માટે આનંદના સમાચાર, ફરી શરૂ થશે સાઇકલ શેરિંગ યોજના

29-May-2021

Surat : એપ્રિલ મહિનામાં સુરતમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો હતો. જેના કારણે કોરોના સંક્રમણ અટકાવવા સુરત મહાનગરપાલિકાએ (Surat Municipal Corporation) સમગ્ર શહેરમાં સાયકલ શેરીંગ (Cycle Sharing) યોજના બંધ કરી દીધી હતી. પરંતુ હવે કોરોનાના કેસો ઘટવા લાગતા પહેલી જૂનથી મહાનગરપાલિકા સાયકલ શેરીંગ યોજના ફરી શરૂ કરવા જઇ રહી છે.

સમગ્ર સુરતમાં મહાનગર પાલિકા 1160 સાયકલ શહેરીજનો માટે ઉપલબ્ધ કરાવે છે. હવે જ્યારે કોરોનાના કેસો ઘટવા લાગ્યા છે ત્યારે લોકોએ સાયકલ શેરીંગ શરૂ કરવા માટે રજૂઆતો કરી હતી. જેથી મનપાએ હવે તમામ તકેદારી સાથે જૂન મહિનાથી સાયકલ શેરીંગ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

 

Author : Gujaratenews