ભાવનગર શહેરનાં કાળુભા રોડ ઉપર આવેલી હોટલ જનરેશન એક્સ જેને હાલ સમર્પણ કોવિડ હૉસ્પિટલ કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. ત્યાં આગ લાગવાની ઘટના બની છે. એક મોટી જાનહાની સર્જાતા રહી ગઇ છે.આ આગની જાણ થતા ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. ત્યાં તેમણે જણાવ્યું કે, આગને કારણે સદનસીબે કોઇ જાનહાની નથી થઇ. દર્દીઓને હું મળ્યો છું તેમને અન્ય હૉસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે. આ સમગ્ર ઘટનાની તપાસ થશે અને કસુરવાર સામે પગલા લેવામાં આવશે મંગળવારે મોડી રાતે 12ની આસપાસ આ હોટલનાં ત્રીજા માળનાં વેન્ટિલેટરવાળા એક રૂમમાં આગ લાગી હતી. જેના કારણે 70 જેટલા દર્દીઓને અન્ય હૉસ્પિટલોમાં રેસ્ક્યુ કરવામાં આવ્યાં છે. જોકે, સદનસીબે અત્યારસુધી કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યાં નથી. હાલ મળતી માહિતી પ્રમાણે આ આગ રૂમમાં શોર્ટ સર્કિટ થતાં લાગવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા ત્રીજા માળથી કોરોના પોઝીટીવ દર્દીઓનું રેસ્ક્યુ કરી મોટી દુર્ઘટના ટાળવમાં આવી છે. 70 જેટલા કોરોનાના દર્દીઓને બીજી જગ્યાએ સલામત રીતે હૉસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024